શોધખોળ કરો

Test Series: પુજારાની ગેરહાજરીમાં આ યુવાઓ પર રોહિત લગાવશે દાંવ, જાણો વેસ્ટ ઇન્ડિઝ સામે કોણ ઉતરી શકે છે નંબર 3 પર......

નંબર 3ની રેસમાં અત્યારે એક બે નહીં પરંતુ 5 ખેલાડીઓના નામ ટૉપ પર છે. જેમને આ નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે.

Cheteshwar Pujara Replacement For West Indies Series: ટીમ ઇન્ડિયા આગામી સમયમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ક્રિકેટ રમવાવી છે. આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે 2 મેચની ટેસ્ટ સીરીઝ માટે સિલેક્ટર્સ દ્વારા 23 જૂને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ ટીમમાં કેટલાય મોટા ફેરફારો જોવા મળ્યા છે. ચેતેશ્વર પુજારા સતત ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. આવામાં હવે તમામની નજર વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રમાનારી ટેસ્ટ સીરીઝમાં નંબર 3ની પૉઝિશન પર ટકી છે, કે કયા બેટ્સમેનને તક મળશે આ નંબર પર રમવાની.... 

નંબર 3ની રેસમાં અત્યારે એક બે નહીં પરંતુ 5 ખેલાડીઓના નામ ટૉપ પર છે. જેમને આ નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. આ રેસમાં ડાબોડી યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જાયસ્વાલનુ નામ ટૉપ પર છે. જાયસ્વાલને આ 2 મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ માટે હોવાથી જાયસ્વાલને ઓપનિંગમાં તક મળશે નહીં. આવામાં તેને 3 નંબર પર અજમાવી શકાય છે. જાયસ્વાલે તાજેતરમાં ઈરાની કપમાં નંબર 3 પૉઝિશન પર બેટિંગ કરતા બંને દાવમાં સદી ફટકારી હતી.

ઋતુરાજ ગાયકવાડની પાસે પણ મોકો - 
IPLની 16મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજ ગાયકવાડને ટેસ્ટ ટીમમાં પણ જગ્યા મળી છે. રેડ બૉલ ક્રિકેટમાં ગાયકવાડ નંબર 3 પર રમે છે અને આ રીતે તેને આ નંબર પર રમવાનો અનુભવ પહેલેથી જ છે. ગાયકવાડના નામે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 6 સદી નોંધાયેલી છે.

વળી, આ 2 યુવા ખેલાડીઓ ઉપરાંત ભારતીય ટીમ પાસે નંબર 3 સ્થાન માટે અનુભવી ખેલાડીઓના રૂપમાં 3 મહત્વપૂર્ણ ઓપ્શન છે. આમાં પહેલું નામ શુભમન ગીલનું છે, જેને નવા બૉલ સાથે રમવાનો અનુભવ છે અને તે જૂના બોલ સાથે તે ખુબ સારી રમત બતાવે છે.

આ ઉપરાંત ચોથા અને પાંચમા નંબર પર રમી રહેલા વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેને નંબર 3 પર બેટિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સાથે ટીમના મીડલ ઓર્ડરમાં નવા ખેલાડીને સામેલ કરવાની તક મળવાની સાથે તેના પરનું દબાણ પણ ઓછું થશે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

-                                                                                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત

Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી

SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય

Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયોNitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન

Bangladesh violence: બાંગ્લાદેશમાં ભારતીય પ્રોડક્ટનો બહિષ્કાર, BNP નેતાએ વિરોધમાં સળગાવી પત્નીની સાડી, જુઓ વીડિયો

Free Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે કરવું પડે છે આ કામ, જાણો સરળ પ્રોસેસ

Ahmedabad: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારતા મહિલા પોલીસકર્મીનું મોત

Embed widget