T20 વર્લ્ડ કપ 2021 ભારતમાં નહીં પણ આ દેશમાં યોજાશે, 17 ઓક્ટોબરથી શરૂ થશે મેચ
બીસીસીઆઈ ટુંક સમયમાં જ સત્તાવાર રીતે ટી-20 વિશ્વકપને યુએઈમાં શિફ્ટ કરવા અંગે આઈસીસીને જણાવશે.
17 ઓક્ટોબરથી યુએઈમાં આઈસીસી ટી-20 વિશ્વકપનો પ્રારંભ થશે. અગાઉ ટી-20 વિશ્વકપ ભારતમાં રમાવાની વાતો હતી. પરંતુ કોરોનાની મહામારીને લીધે ભારતમાં ટી-20 વિશ્વકપનું આયોજન નહીં કરાય. આ ટુર્નામેંટમાં 16 ટીમો ભાગ લેશે. જેનો ફાઈનલ મુકાબલો 14 નવેમ્બરે રમાશે.
આ ટૂર્નામેંટનું આયોજન પહેલા ભારતમાં કરવાનું હતુ. કોરોનાની બીજી લહેરને કારણે ભારતમાં ચાલી રહેલા આઈપીએલને વચ્ચેથી જ રોકી દેવાામં આવ્યો હતો. આઈપીએલના બાકીના મેચ સપ્ટેમ્બરમાં યુએઈમાં રમાશે. એટલે કે આઈપીએલના ફાઈનલ મેચ બાદજ આઈસીસી ટી-20 વિશ્વકપ શરૂ થશે.
એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ ટુંક સમયમાં જ સત્તાવાર રીતે ટી-20 વિશ્વકપને યુએઈમાં શિફ્ટ કરવા અંગે આઈસીસીને જણાવશે. જો કે વિશ્વકપને યુએઈમાં આયોજીત કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અને ટુંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.
ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ ટી -20 વર્લ્ડ કપ બે રાઉન્ડમાં રમાશે. પ્રથમ રાઉન્ડ યુએઈ અને ઓમાનમાં યોજાશે. રિપોર્ટ અનુસાર, 'રાઉન્ડ 1 ની 12 મેચ હશે જેમાં 8 ટીમો ટકરાશે. 8 માંથી 4 ટીમો સુપર 12 માટે ક્વોલિફાય થશે. સુપર 12 માટે બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, નમિબીઆ, ઓમાન અને પપુઆ ન્યુ ગિનીની ટીમો એકબીજાની સામે ટકરાશે.
રિપોર્ટ અનુસાર સુપર 12 રાઉન્ડમાં કુલ 30 મેચ થશે. આ રાઉન્ડ 24 ઓક્ટોબરથી શરૂ થશે. સુપર 12 રાઉન્ડમાં, 6-6 ટીમોને બે અલગ જૂથોમાં વહેંચવામાં આવશે. યુએઈમાં સુપર 12 મેચ રમાશે. મેચ દુબઇ, અબુધાબી અને શારજાહમાં યોજાશે. સુપર 12 ત્યારબાદ 3 પ્લેઓફ મેચ, 2 સેમિ-ફાઇનલ અને અંતિમ મેચ થશે.
આ પહેલા ટી -20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો હતો. પરંતુ ગયા વર્ષે કોરોનાને કારણે આ ટૂનર્મિેન્ટ રદ કરવામાં આવી હતી. આ પછી, ભારતને તેનું હોસ્ટિંગ સોંપવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે 1 જૂને, ટીસી 20 વર્લ્ડ કપ યોજવાના મુદ્દે નિર્ણય લેવા આઇસીસીએ બીસીસીઆઈને જૂન અંત સુધીનો સમય આપ્યો હતો.