શોધખોળ કરો

ICC Rankings: ટી-20 બેટિંગ રેન્કિંગમાં તિલક વર્માએ લગાવી છલાંગ, ટૉપ 6માં ત્રણ ભારતીય ખેલાડી સામેલ

આઇસીસી ટી-20 બેટિંગ રેન્કિંગમાં ટ્રેવિસ હેડ નંબર વન પર છે, તેના 856 રેટિંગ પોઈન્ટ છે

T20 Rankings: ICC એ બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી, જેમાં ટી-20 બેટિંગ રેન્કિંગમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ટોચના 6 માં 3 ભારતીય બેટ્સમેનનો સમાવેશ થાય છે. તિલક વર્માએ મોટી છલાંગ લગાવી હતી અને હવે તે ત્રીજા સ્થાને આવી ગયો છે. બોલરોની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી ત્રીજા સ્થાને છે અને રવિ બિશ્નોઈ સાતમા સ્થાને છે.

તિલક વર્મા ત્રીજા સ્થાને પહોંચ્યા

આઇસીસી ટી-20 બેટિંગ રેન્કિંગમાં ટ્રેવિસ હેડ નંબર વન પર છે, તેના 856 રેટિંગ પોઈન્ટ છે. ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા બીજા સ્થાને છે, જેના 829 પોઈન્ટ છે. અભિષેક શર્માએ આ વર્ષે ઇંગ્લેન્ડ સામે 5 ટી-20 મેચ રમી હતી, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેની છેલ્લી ટી-20માં તેણે ઇંગ્લેન્ડ સામે 54 બોલમાં 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

તિલક વર્માએ એક સ્થાનની છલાંગ લગાવી હતી અને હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તિલકના 804 રેટિંગ પોઈન્ટ છે. તિલક વર્માએ આ વર્ષે 5 T20 મેચ રમી હતી, જેમાં તેણે ઇંગ્લેન્ડ સામે અડધી સદી (72) ફટકારી હતી. ઇંગ્લેન્ડના બેટ્સમેન ફિલ સોલ્ટ અને જોસ બટલર ચોથા અને પાંચમા સ્થાને છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ 739 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ટોપ 10ની વાત કરીએ તો ભારતના 3 બેટ્સમેન છે, તે સિવાય ઇંગ્લેન્ડના 2 અને શ્રીલંકાના 2 ખેલાડીઓ છે.

ટી-20 બોલિંગ રેન્કિંગ

ભારતીય ખેલાડી વરુણ ચક્રવર્તી 706 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. ન્યૂઝીલેન્ડનો જેકબ ડફી 723 પોઈન્ટ સાથે બોલિંગ રેન્કિંગમાં ટોચ પર છે. આ યાદીમાં ટોપ 10 માં 3 ભારતીય છે, રવિ બિશ્નોઈ 674 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ 10મા સ્થાને છે.

હાર્દિક પંડ્યા નંબર 1 ઓલરાઉન્ડર છે

હાર્દિક પંડ્યા ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર છે, તે 252 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે ટોપ 10માં એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેના પછી અક્ષર પટેલ 12મા ક્રમે છે.           

ટીમ રેન્કિંગની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ T20 ફોર્મેટમાં નંબર 1 પર છે. સૂર્યકુમાર અને તેની ટીમના 271 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે અને ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Embed widget