રોહિત શર્માના ફેવરીટ ખેલાડીએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં મચાવી ધમાલ, ફટકારી બીજી સદી
County Championship 2025: ભારતીય બેટ્સમેન તિલક વર્માએ ઇંગ્લેન્ડમાં રમાયેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે અત્યાર સુધીમાં બે સદી ફટકારી છે, તેણે ગુરુવારે 112 રનની ઇનિંગ રમી હતી.

County Championship 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. આ સાથે, ઇંગ્લેન્ડમાં રમાતી કાઉન્ટી ચેમ્પિયનશિપ પણ ચાલી રહી છે. તેમાં ભારતના ઘણા ખેલાડીઓનો સમાવેશ થાય છે, તિલક વર્માએ પણ આ વર્ષે પોતાનું ડેબ્યૂ કર્યું છે. તે હેમ્પશાયર ક્રિકેટ ક્લબ માટે રમી રહ્યો છે. ગુરુવારે, તેણે અહીં પોતાની બીજી સદી ફટકારી. જે બાદ તેની ચર્ચા ખુબ થઈ રહી છે.
Tilak Varma doing what he does best. The highlights of his classy century against Nottinghamshire pic.twitter.com/bjFDBo5zUB
— Rothesay County Championship (@CountyChamp) July 25, 2025
2022 થી મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહેલા તિલક વર્માએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પોતાના જોરદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. હેમ્પશાયર માટે રમતા, તેણે 22 જૂન 2025 ના રોજ પોતાની પહેલી મેચ રમી હતી, જેમાં તેણે 241 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તિલક 3 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા.
હેમ્પશાયર ક્રિકેટ ટીમ અને નોટિંગહામશાયર ક્રિકેટ ટીમ વચ્ચે 22 જુલાઈથી શરૂઆત થઈ હતી. પહેલા બેટિંગ કરતા, નોટિંગહામશાયરએ 578 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. લિન્ડન જેમ્સે 203 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેક હાઇન્સે પણ સદી ફટકારી હતી, તેણે 15 ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા.
તિલક વર્માએ સદી ફટકારી
ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં, હેમ્પશાયર ક્રિકેટ ટીમે 6 વિકેટ ગુમાવ્યા બાદ 367 રન બનાવ્યા છે. તિલક વર્માએ મહત્વપૂર્ણ સદી ફટકારી, તેણે 256 બોલમાં 2 છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી 112 રન બનાવ્યા. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં આ તિલકની બીજી સદી છે. હેમ્પશાયર ક્રિકેટ ટીમ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1 માં સામેલ છે, હાલમાં ટીમ પોઈન્ટ ટેબલમાં 7 માં ક્રમે છે. ટીમે 9 ટેસ્ટ મેચમાંથી ફક્ત 2 જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે, અન્ય મેચ ડ્રો રહી છે.
તિલક વર્મા ક્રિકેટ કારકિર્દી
તિલક વર્માએ ODI અને T20 ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું છે, તેણે 4 ODI માં 68 રન અને 25 T20 મેચમાં 749 રન બનાવ્યા છે. તિલક T20 માં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, તિલક વર્માએ 20 ફર્સ્ટ ક્લાસ મેચોની 31 ઇનિંગ્સમાં 1407 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તિલક આઈપીએલ સહિત કુલ 119 ટી20 મેચ રમ્યા છે, જેમાં તેમના નામે 6858 રન છે.




















