U19 Asia Cup : ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી, બાંગ્લાદેશને 103 રનથી આપી હાર
ભારતીય ક્રિકેટ ટીમે અંડર-19 એશિયા કપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશે 103 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે અંડર-19 એશિયા કપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશે 103 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો શ્રીલંકા સામે થશે. ભારતે બાંગ્લાદેશને જીતવા 244 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 38.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. બાંગ્લાદેશ તરફથી આરિફુલ ઇસ્લામે સૌથી વધુ 42 રન ફટકાર્યા હતા જ્યારે મહફિઝુલ ઇસ્લામે 26 રનનું યોગદાન આપ્યું હતું.આ અગાઉ બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે ગ્રુપ સ્તર પર ત્રણ મેચમાંથી બે મેચ જીતી છે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ હાર મળી હતી.
ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશના 111 રનમાં આઠ વિકેટ લીધી હતી. બાંગ્લાદેશનો એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. ભારતીય બોલરોએ 50 રનમાં બાંગ્લાદેશની ચાર વિકેટ ઝડપી હતી. 11મી ઓવરમાં બાંગ્લાદેશે પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. તઝીબુઝલ ઇસ્લામ 31ના સ્કોર પર આઉટ થયો હતો. રવિ કુમાર ત્રણ, મહફિઝુલ ઇસ્લામ 26 રને આઉટ થયા હતા. પ્રતિક નવરોસ 12 રન બનાવી આઉટ થયો હતો. તેને રવિ કુમારે આઉટ કર્યો હતો. એક મોલ્લાહને બાવાએ ખાતું પણ ખોલવા દીધો નહોતો.
It is time for the semi-final of #U19AsiaCup and India U19 are ready! #BoysInBlue
Bangladesh U19 have won the toss and opted to bowl first. pic.twitter.com/TLHFjHHzl0— BCCI (@BCCI) December 30, 2021
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં આઠ વિકેટ પર 243 રન બનાવ્યા છે. રાશિદે પોતાની અડધી સદીમાં 108 બોલ પર 3 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. વિકી ઓસ્ટવાલે 18 બોલ પર 28 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન રકીબુલ હસને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.