શોધખોળ કરો

PAK U19 vs AUS U19: રોમાંચક સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું, ફાઇનલમાં ભારત સામે જામશે જંગ

PAK U19 vs AUS U19: પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા અંડર-19 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાઈ હતી. આ એક રોમાંચક મેચ હતી કારણ કે તે છેલ્લી ઓવર સુધી ચાલી હતી.

PAK U19 vs AUS U19: પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા અંડર-19 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાઈ હતી. આ એક રોમાંચક મેચ હતી કારણ કે તે છેલ્લી ઓવર સુધી ચાલી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 3 રનની જરૂર હતી અને પાકિસ્તાનને એક વિકેટની જરૂર હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રાલ્ફ મેકમિલને ચોગ્ગો ફટકારીને ઓસ્ટ્રેલિયાને ફાઈનલની ટિકિટ અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ એક વિકેટથી જીત મેળવી હતી અને હવે ફાઇનલમાં કાંગારૂ ટીમનો સામનો ભારત સામે થવાનો છે. આ મેચ રવિવારે 11 ફેબ્રુઆરીએ રમાશે.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન હ્યુગ વેઈબગેને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સુકાનીનો આ નિર્ણય સાચો સાબિત થયો, કારણ કે પાકિસ્તાનની ટીમ 179 રનમાં સમેટાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં ભારતનો મુકાબલો કરવા માટે 180 રન બનાવવાના હતા જે તેમણે છેલ્લી ઓવરમાં બનાવી લીધા હતા. સેમીફાઈનલમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ફાઈનલ રમવાની ટિકિટ બુક કરી લીધી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ મેચ 11 ફેબ્રુઆરી, રવિવારે રમાશે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

જીતેલી મેચ હારી ગયું પાકિસ્તાન

બેનોનીના વિલોમૂર પાર્કમાં રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન માત્ર 179 રન પર જ સિમિત થઈ ગયું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી અને રસપ્રદ વિજય મેળવ્યો. ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની જીત શરૂઆતમાં ખૂબ જ આસાન લાગી રહી હતી, પરંતુ જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ-તેમ પાકિસ્તાને મેચમાં ગાળીયો કસ્યો. પરંતુ અંતે ઓસ્ટ્રેલિયા શાણપણથી જીત્યું. રાફ મેકમિલને અંતે શાનદાર ઇનિંગ રમી અને 29 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 19* રન બનાવ્યા.

180 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત મળી હતી. ઓપનિંગમાં આવેલા હેરી ડિક્સન અને સેમ કોન્સ્ટન્સે પ્રથમ વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. ટીમને પહેલો ફટકો 11મી ઓવરમાં સેમ કોન્સ્ટાસના રૂપમાં લાગ્યો હતો, જે 33 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન હ્યુ વેબજેન 12 બોલમાં માત્ર 4 રન બનાવીને 14મી ઓવરમાં આઉટ થયો હતો.

આ પછી ટીમની વિકેટ રનઆઉટ થકી પડી. ચોથા નંબરે આવેલ હરજસ સિંહ 6 બોલમાં 5 રન બનાવીને રનઆઉટ થયો હતો. 16મી ઓવરના છેલ્લા બોલ પર હરજસ રનઆઉટ થયો હતો અને ત્યારપછી 17મી ઓવરના ત્રીજા બોલ પર તેની ઈનિંગના પ્રથમ બોલે રેયાન હિક્સને ઉબેદ શાહે બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાએ સારી બેટિંગ કરી રહેલા હેરી ડિક્સનના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી હતી. હેરીએ 75 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 50 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 26.3 ઓવરમાં 102 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યારબાદ ટીમે ટોમ કેમ્પબેલના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. કેમ્પબેલે 42 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાને સાતમો ફટકો ઓલિવર પીકના રૂપમાં લાગ્યો જે સારી ઇનિંગ રમી રહ્યો હતો. ઓલિવર પીકની આગેવાની અલી રઝાએ કરી હતી, જેણે 75 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ ટોમ સ્ટ્રેકરના રૂપમાં આઠમી વિકેટ ગુમાવી હતી જે માત્ર 3 રન બનાવી શક્યો હતો. આ પછી 46મી ઓવરમાં તેણે મહલી બીયર્ડમેનના રૂપમાં 9મી વિકેટ ગુમાવી હતી. અલી રઝાએ મહલીને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ પછી રાફ મેકમિલન અણનમ રહ્યો અને તેણે 19 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેને કેલમ વિડલરનો સાથ મળ્યો, જેણે 9 બોલમાં 2 રન બનાવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Embed widget