શોધખોળ કરો
Advertisement
IPL હરાજીમાં ટેસ્ટ નહીં રમતા આ ત્રણ દેશોના ક્રિકેટરોની પણ થશે હરાજી, કોણ છે આ ક્રિકેટરો? કેમ હરાજીમાં લેવાયા?
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ક્રિકેટરો એસોસિએટ દેશના છે, અને ક્યારેય ટેસ્ટ ક્રિકેટ નથી રમી શક્યા. જોકે, વનડે અને ટી20 મેચોમાં પોતાનો દમ બતાવી ચૂક્યા છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી 14મી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ હરાજી થવાની છે. આ હરાજીમાં કેટલાય દેશોના ક્રિકેટરોએ રજિસ્ટર કરાવ્યુ છે, તેમાં ખાસ વાત છે કે આમાં એસોસિએટ દેશોના ક્રિકેટરો પણ સામેલ થયા છે, જેમાં યુએઇ અને નેપાલ જેવા દેશોના ક્રિકેટરો સામેલ છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્યારેય ટેસ્ટ ક્રિકેટ નથી રમી શક્યા.
આઇપીએલ 2021ની હરાજી માટે, બીસીસીઆઇએ 18 ફેબ્રુઆરીની બોલી માટે 292 ખેલાડીઓનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ વર્ષે હરાજી માટે 1114 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. 18 ફેબ્રુઆરીએ 8 ટીમો 292માંથી 61 ખેલાડીઓ પર આગામી સિઝન માટે દાવ લગાવશે. જે 292 ખેલાડીઓને આ બોલીમાં સામલે કરવામાં આવ્યા છે, તેમાં 164 ભારતીય છે, જ્યારે 125 વિદેશી, એસોસિએટ દેશોના ત્રણ ખેલાડીઓને પણ 18 ફેબ્રુઆરીએ થનારી બોલીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ક્યારેય ટેસ્ટ ના રમતા દેશોના આ ત્રણ ખેલાડીઓ પણ છે સામેલ....
અલી ખાન (યુએસએ ક્રિકેટર)
અલી ખાન અમેરિકન ક્રિકેટર છે, અને પાકિસ્તાની મૂળનો આ 30 વર્ષીય ક્રિકેટર આઇપીએલ હરાજી માટે અવેલેબલ છે, જેને એક માત્ર વનડે રમી છે.
સંદિપ લામીછાને (નેપાલી ક્રિકેટર)
સંદિપ લામીછાને 20 વર્ષીય યુવા નેપાલી ક્રિકેટર છે, ગૂગલી બૉલર તરીકે સફળ રહ્યો છે. સંદિપે 10 વનડે અને 21 ટી0 મેચો રમ્યો છે.
પલાનિયાપન મેયપ્પન (નેપાલી ક્રિકેટર)
20 વર્ષીય નેપાલી ક્રિકેટર આ વખતે આઇપીએલ માટે અવેલેબલ છે, મેયપ્પનને માત્ર 6 વનડે મેચ રમી છે અને બૉલિંગમાં ખુદને સાબિત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ક્રિકેટરો એસોસિએટ દેશના છે, અને ક્યારેય ટેસ્ટ ક્રિકેટ નથી રમી શક્યા. જોકે, વનડે અને ટી20 મેચોમાં પોતાનો દમ બતાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement