![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: ડેબ્યુ મેચમાં જ ઉમેરાન મલિકનો થઈ જાત અકસ્માત, સાથી ખેલાડીઓએ બચાવી લીધો
મલિકને મેચ પહેલા પરંપરા અનુંસાર ભારતીય ટીમની કેપ આપવામાં આવી અને તે દરમીયાન એક ઘટના ઘટી જેના કારણે ભારતીય સ્ટાફમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
![IND vs NZ: ડેબ્યુ મેચમાં જ ઉમેરાન મલિકનો થઈ જાત અકસ્માત, સાથી ખેલાડીઓએ બચાવી લીધો Umran Malik nearly collides with Cameraperson in ODI Debut excitement, Saved by india Teammates IND vs NZ: ડેબ્યુ મેચમાં જ ઉમેરાન મલિકનો થઈ જાત અકસ્માત, સાથી ખેલાડીઓએ બચાવી લીધો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/b94078d744594f11ca3d39e1ecc0c3b0166943675947175_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Umran Malik: ટીમ ઈન્ડિયાને ભલે ન્યુઝીલેન્ડ સામે પહેલી વન ડે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હોય પણ આ મેચમાં ભારતીય ચાહકોને અનેક સારી બાબતો જોવા મળી હતી. જેમાં ઝડપી બોલર ઉમરાન મલિકને વન ડેક્રિકેટમાં ડેબ્યુ કરવાનો મોકો મળ્યો જે તેના અને તેના ચાહકો માટે એક સારા સમાચાર છે. જોકે આ દરમિયાન એક એવી ઘટના ઘટી હતી જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.
મલિકને મેચ પહેલા પરંપરા અનુંસાર ભારતીય ટીમની કેપ આપવામાં આવી અને તે દરમીયાન એક ઘટના ઘટી જેના કારણે ભારતીય સ્ટાફમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
મલિક કેમેરામેન સાથે અથડાત
મલિકને ડેબ્યૂ કેપ લેવા માટે બોલાવવામાં આવ્યો અને ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એક વર્તુળમાં ઉભા રહીને તાળીઓ પાડી રહ્યા હતા. મલિક એટલો ખુશ હતો કે, કેપ લીધા બાદ તેણે અચાનક પાછળ ફરીને જોયું કે તેની પાછળ એક કેમેરામેન ઊભો હતો. તે કેમેરામેન સાથે અથડાઈ ગયો હોત, પરંતુ સાથીઓએ બૂમો પાડીને કહ્યું હતું કે, ત્યાં એક કેમેરામેન છે અને તે અથડાતા અથડાતા રહી ગયો હતો. જોકે ઉમરાન તેની ટોપી પહેરીને તેની જગ્યાએ ગયો અને બાકીના બધા જોરથી હસવા લાગ્યા.
#UmranMalik nearly collides with a cameraman after getting his ODI cap #NZvsIND #NzvsINDonPrime pic.twitter.com/tJ8mTMv9DR
— Anubhav shahi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@Anubhavshahi48) November 25, 2022
ડેબ્યૂ મેચમાં મલિકનું શાનદાર પ્રદર્શન
મલિકે પોતાની ODI ડેબ્યૂમાં જ પ્રભાવશાળી બોલિંગ કરી હતી અને પહેલી જ ઓવરમાં તેણે સતત 150 kmphની ઝડપથી બોલિંગ કરી હતી. પેસની સાથે તેણે સારી લાઇન અને લેન્થ પર પણ બોલિંગ કરી અને ન્યૂઝીલેન્ડને બે ઝટકા આપ્યા હતાં. મલિકે 10 ઓવર નાંખી હતી જેમાં તેણે 66 રન આપીને બે વિકેટ મેળવી.
ટીમ ઇન્ડિયાની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે હાર
ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડને સામે પ્રથમ વનડેમાં હાર થઈ છે. ઓકલેન્ડમાં રમાયેલી આ ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. જવાબમાં કિવી ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 23.1 ઓવરમાં 124 રન જોડ્યા હતા. અહીં શુભમન ગિલ 65 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં શિખર ધવન પણ 77 બોલમાં 72 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી શ્રેયસ અય્યરે એક છેડો સંભાળ્યો. બીજા છેડેથી ટૂંકા અંતરે વિકેટો પડતી રહી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)