શોધખોળ કરો
Advertisement
Video: વિચિત્ર રીતે આઉટ થયો આ બેટ્સમેન, જોતો જ રહ્યો ને ઉડી ગઇ સ્ટમ્પની ગિલ્લીઓ
મેચમાં ઇંગ્લિશ બેટ્સમેન જેમ્સ વિન્સ એકદમ વિચિત્ર રીતે રનઆઉટ થયો હતો. વિન્સે 13 બૉલમાં 22 રન બનાવ્યા હતા
નવી દિલ્હીઃ બિગ બેશ લીગની 52મી મેચમાં એક વિચિત્ર ઘટના ઘટી જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ મેચ સિડની સિક્સર્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે રમાઇ રહી હતી. આ દરમિયાન ઇંગ્લિશ બેટ્સમેન જેમ્સ વિન્સ એકદમ વિચિત્ર રીતે રનઆઉટ થયો હતો. વિન્સે 13 બૉલમાં 22 રન બનાવ્યા હતા.
ખરેખરમાં, જ્યારે જેમ્સ વિન્સ 22 રન બનાવીને નૉન સ્ટ્રાઇકર એન્ડ પર હતો, તે સમયે વિલ સદરલેન્ડે એક બૉલ નાંખ્યો જેને સ્ટ્રાઇક પર રહેલા જોશ ફિલિકે શૉટ ફટકાર્યો હતો. આ શૉને સદરલેન્ડે કેચ કરવાની કોશિશ કરી, કેચ તો ના થયો પણ હાથે અડીને સ્ટમ્પ પર જઇને વાગ્યો હતો. બસ, સ્ટમ્પની ગિલ્લીઓ ઉડી ગઇ અને જેમ્સ વિન્સને રનઆઉટ થઇને પેવેલિયન જવુ પડ્યુ હતુ.
નોંધનીય છે કે, બિગ બેશ લીગની આ મેચમાં પહેલા બેટિંગ કરતા મેલબોર્નની ટીમે 175 રન બનાવ્યા હતા, જવાબમાં સિડની સિક્સર્સે 3 વિકેટે 18.4 ઓવરમાં 176 રન બનાવીને મેચ જીતી લીધી હતી.Could James Vince BE any more unlucky?? ????#BBL09 pic.twitter.com/fJDssdx2FA
— KFC Big Bash League (@BBL) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
આરોગ્ય
Advertisement