ટી20 માં કમાલ કરનાર વરુણ ચક્રવર્તીને મળ્યું ઈનામ, ઈંગ્લેન્ડ સામે વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાયો
ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી હાલમાં જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. વરુણે ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Varun Chakravarthy IND vs ENG ODI: ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી હાલમાં જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. વરુણે ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના માટે તેને 'પ્લેયર ઑફ ધ સિરીઝ' પસંદ કરવામાં આવ્યો હતો. હવે T20 શ્રેણીમાં કમાલ કરનાર વરુણ ચક્રવર્તીને મોટુ ઈનામ આપવામાં આવ્યું છે. તેને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે.
વરુણ ચક્રવર્તીને ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવ્યા હોવાના સંકેત મળી રહ્યા છે કે તેને ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાં પણ સામેલ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે તમામ ટીમો 12 ફેબ્રુઆરી સુધી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ફેરફાર કરી શકે છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. સિરીઝની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. આ રીતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં વરુણના પ્રદર્શનને જોતા તેને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વરુણને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવે છે કે નહીં.
ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં તબાહી મચાવી હતી
વનડે સીરીઝ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝ રમાઈ હતી. આ T20 સિરીઝમાં વરુણ ચક્રવર્તી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. વરુણે 5 મેચમાં 9.86ની શાનદાર એવરેજથી 14 વિકેટ લીધી, જેના માટે તે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
રવિચંદ્રન અશ્વિને મોટો દાવો કર્યો
હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને મોટો દાવો કર્યો છે. અશ્વિન અનુસાર, વરુણ ચક્રવર્તી 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી મેગા ટૂર્નામેન્ટ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની ટીમમાં સામેલ થઈ શકે છે. આ ટુર્નામેન્ટ માટે ભારતે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ચક્રવર્તીનું નામ તે ટીમમાં નથી. જોકે, અશ્વિનને લાગે છે કે T20I ક્રિકેટમાં વરુણના શાનદાર પ્રદર્શનને કારણે તેને ટીમમાં જગ્યા મળી શકે છે.
સંજૂ સેમસનની ઈજાએ ટેન્શન વધાર્યું, રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર, શું IPL 2025 રમશે ?




















