5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા
વરુણ ચક્રવર્તીએ ત્રીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનો તેની સામે ટકી શક્યા ન હતા અને આઉટ થઈ ગયા હતા.

Varun Chakravarthy 5 Wicket Haul: ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ત્રીજી T20 મેચ માટે રાજકોટના મેદાન પર આમને-સામને છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે શ્રેણીની પ્રથમ બે મેચમાં પણ ટોસ જીત્યો હતો. આ પછી ભારતીય બોલરોએ કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો. વરુણ ચક્રવર્તીએ ત્રીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનો તેની સામે ટકી શક્યા ન હતા અને આઉટ થઈ ગયા હતા. વરુણ ચક્રવર્તીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી.
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!
4⃣ Overs
2⃣4⃣ Runs
5⃣ Wickets
Varun Chakaravarthy show all the way through in Rajkot! 🪄 🔝
Relive his five-wicket haul 🎥 🔽#TeamIndia | #INDvENG | @chakaravarthy29 | @IDFCFIRSTBankhttps://t.co/0NXFuidvXP— BCCI (@BCCI) January 28, 2025
વરુણ ચક્રવર્તીએ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી
વરુણ ચક્રવર્તીએ મેચમાં પોતાની ચાર ઓવરમાં માત્ર 24 રન આપીને 5 વિકેટ લીધી હતી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની બીજી પાંચ વિકેટ છે. તે ભારત માટે T20I ક્રિકેટમાં બે પાંચ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બન્યો છે. તેની પહેલા, કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારે T20I ક્રિકેટમાં બે-બે વખત પાંચ વિકેટ ઝડપી છે. બીજી તરફ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી અત્યાર સુધી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે પાંચ વિકેટ ઝડપી શક્યા નથી.
T20I ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ભારતીય બોલરો:
વરુણ ચક્રવર્તી - બે વાર
કુલદીપ યાદવ - બે વાર
ભુવનેશ્વર કુમાર- બે વાર
દીપક ચહર- એકવાર
યુઝવેન્દ્ર ચહલ - એકવાર
વરુણ ચક્રવર્તીએ વર્ષ 2021માં ડેબ્યૂ કર્યું હતું
વરુણ ચક્રવર્તીએ વર્ષ 2021માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે ટી20 વર્લ્ડ કપ 2021માં પણ ટીમ માટે રમ્યો હતો. પરંતુ તેણે ત્યાં ખરાબ પ્રદર્શન કર્યું. તે T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન સામે 33 રન આપીને સૌથી મોટો વિલન બન્યો હતો. આ પછી તેણે ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ સામે પણ મેચ રમી હતી. ત્યારબાદ તે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. આ કારણથી તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.
KKR માટે શાનદાર પ્રદર્શન
આ પછી તેણે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જોરદાર પ્રદર્શન કર્યું અને વર્ષ 2024માં ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી. ત્યારથી તેનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 16 T20I મેચોમાં કુલ 29 વિકેટ લીધી છે. IPLની 71 મેચમાં તેના નામે 83 વિકેટ છે.
બુમ બુમ બુમરાહ, રચ્યો ઈતિહાસ, 'ICC ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ જીતનાર બન્યો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર

