શોધખોળ કરો

Ranji Trophy: વિદર્ભે ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બનાવ્યો નવો રેકોર્ડ, ગુજરાતને 54 રનમાં કર્યું ઓલઆઉટ

નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં વિદર્ભે ગુજરાતને બીજી ઇનિંગ્સમાં ફક્ત 54 રનમાં ઓલઆઉટ કરી ઇતિહાસ રચ્યો હતો

નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં વિદર્ભે ગુજરાતને બીજી ઇનિંગ્સમાં ફક્ત 54 રનમાં ઓલઆઉટ કરી ઇતિહાસ રચ્યો હતો. વિદર્ભે મેચ જીતવા માટે 73 રનનો સરળ ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ગુજરાતની ટીમ ફક્ત 54 રનમાં ઓલઆઉટ થઇ હતી. વિદર્ભ તરફથી મેચમાં  સ્પિનર ​​આદિત્ય સરવટેએ 11 વિકેટ ઝડપી હતી. વિદર્ભે રણજી ટ્રોફી ગ્રુપ ડી મેચના ત્રીજા દિવસે 18 રનથી જીત મેળવી હતી.

વિદર્ભે ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કર્યો છે. આ પહેલા બિહારે 1948માં દિલ્હીને હરાવ્યું હતું. 49 રનમાં માત્ર 78 રનનો ટાર્ગેટ આપ્યા બાદ જીત નોંધાવી હતી. આ મેદાન પર 9 ફેબ્રુઆરીથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ રમવાની છે. મેચમાં પહેલા દિવસે 15 અને બીજા દિવસે 16 વિકેટ પડી હતી.

બીજી ઇનિંગમાં ગુજરાતે એક વિકેટે છ રનથી રમવાનું શરૂ કર્યું અને આખી ટીમ 31 ઓવરમાં 54 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સરવટેએ 15.3 ઓવરમાં 17 રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. લેફ્ટ આર્મ સ્પિનર ​​હર્ષ દુબેએ ત્રણ વિકેટ ઝડપી હતી. ગુજરાત માટે માત્ર ત્રીજા નંબરનો બેટ્સમેન સિદ્ધાર્થ દેસાઈ 18 રન બનાવ્યા  હતા.

વિદર્ભે પ્રથમ દાવમાં 74 રન બનાવ્યા હતા જ્યારે પ્રથમ દાવમાં ગુજરાતે 256 રન બનાવીને 182 રનની લીડ મેળવી હતી. વિદર્ભે બીજા દાવમાં 254 રન બનાવ્યા અને ગુજરાતને 73 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  વિદર્ભે તેની બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી. જીતેશ શર્માએ 53 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી, જ્યારે નચિકેતે પણ 66 બોલમાં 42 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. સિદ્ધાર્થ દેસાઈ ગુજરાત માટે શાનદાર રહ્યો છે. તેણે છ  વિકેટ ઝડપી હતી.

પરંતુ બીજા દાવમાં આદિત્ય સરવટે અલગ મૂડમાં હતો. તેણે ગુજરાતના બેટ્સમેનોને ટકવા દીધા નહોતા.  આદિત્ય ઉપરાંત હર્ષ દુબેએ 9 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી હતી. વિદર્ભે આ મેચમાંથી છ પોઈન્ટ મેળવી પંજાબ સાથે સંયુક્ત બીજા સ્થાને છે.

Anvay Dravid: રાહુલ દ્રવિડના દીકરાને આ ટીમનો બનાવાયો કેપ્ટન, બૉલરોની કરે છે જોરદાર ધૂલાઇ

Rahul Dravid: ક્રિકેટની દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, હાલના ભારતીય ટીમના કૉચ અને પૂર્વ સ્ટાર બેટ્સમેને રાહુલ દ્રવિડના દીકરાએ મોટો મુકામ હાંસલ કર્યો છે. રાહુલ દ્રવિડના દીકરા અન્વય દ્રવિડે કર્ણાટક ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, એટલે કે અન્વય દ્રવિડ કર્ણાટક ટીમનો કેપ્ટન બની ગયો છે. અન્વય દ્રવિડ આ મુકામ પોતાના દમ પર હાંસલ કર્યો છે

ન્વય દ્રવિડ કરશે કર્ણાટક અંડર-14ની કેપ્ટનશીપ 
ટીમ ઇન્ડિયાના ધ વૉલ રાહુલ દ્રવિડના દીકરા અન્વય દ્રવિડને ક્રિકેટ ફાવી ગઇ છે. હાલમાં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાનો હેડ કૉચ છે અને દીકરો હવે કર્ણાટક ટીમનો કેપ્ટન બની ગયો છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget