શોધખોળ કરો
Advertisement
ચહલની પત્ની ધનાશ્રીએ આ ભારતીય ક્રિકેટર સાથે કર્યો ધાંસૂ ડાન્સ, વીડિયો વાયરલ થતાં ફેન્સે કરી જોરદાર કૉમેન્ટ, જુઓ વીડિયો
આમ તો ધનાશ્રીના વીડિયો કલાકોમાં લાખો લાઇક્સ પર પહોંચી જાય છે, પરંતુ આ વખતે ધનાશ્રી સાથે શ્રેયસ અય્યરનો ધાંસૂ ડાન્સ ફેન્સને વધુ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સની સાથે સાથે ક્રિકેટરો પણ કૉમેન્ટ કરી રહ્યાં છે
મુંબઇઃ ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રીનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને કલાકોમાં હજારો લાઇક્સ અને કૉમેન્ટ મળવાની શરૂ થઇ ચૂકી છે. કેમકે આ વખતે વીડિયોમાં ધનાશ્રીની સાથે ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર સામેલ છે. બન્ને આ વીડિયોમાં જબરદસ્ત ધાંસૂ ડાન્સ મૂવ્સ કરતાં દેખાઇ રહ્યાં છે. ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
આમ તો ધનાશ્રીના વીડિયો કલાકોમાં લાખો લાઇક્સ પર પહોંચી જાય છે, પરંતુ આ વખતે ધનાશ્રી સાથે શ્રેયસ અય્યરનો ધાંસૂ ડાન્સ ફેન્સને વધુ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સની સાથે સાથે ક્રિકેટરો પણ કૉમેન્ટ કરી રહ્યાં છે.
બેકગ્રાઉન્ડ જોઇને લાગે છે કે આ વીડિયો જીમમાં શૂટ કરવામાં આવ્યો છે, અને આ વીડિયોને ક્રિકેટર શ્રેયસ અય્યર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલૉડ કર્યો છે. આ વીડિયો લોકોને એટલો બધો પસંદ આવી રહ્યો છે કે આને એક દિવસમાં જ 1,121,454 લાઇક્સ મળી ચૂક્યા છે.
કૉમેન્ટ્સની વાત કરીએ તો આ વીડિયો પર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કૉમેન્ટમાં લખ્યું- too cool bro. એક ફેને જોરદાર કૉમેન્ટ કરી છે, તેને લખ્યું- આ છોકરી આખી ક્રિકેટ ટીમને ડાન્સર બનાવી દેશે.
નોંધનીય છે કે ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે 22 ડિસેમ્બરે ધનાશ્રી વર્મા અને ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે લગ્ન કરી લીધા હતા, અને બાદમાં બન્ને હનીમૂન માટે દુબઇ પણ ગયા હતા. બન્ને અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement