શોધખોળ કરો
Advertisement
ગરીબોની મદદ કરવા ફરીથી પોતાના સાથીઓને લઇને રસ્તાં પર નીકળ્યો ભારતનો આ ક્રિકેટર, વીડિયો વાયરલ
ખાસ વાત છે કે, દેશમાં લૉકડાઉન ચાલી રહ્યુ હતુ તે સમયે પણ મોહમ્મદ શમી રસ્તાં પર બહાર નીકળીને જરૂરિયાતમંદ ગરીબો અને મજૂરોને મદદ કરતો હતો, તે સમયે પણ લોકોએ શમીની ખુબ પ્રસંશા કરી હતી. ત્યારે શમી દિલ્હી-મુરાદાબાદ હાઇવે પર મજૂરોની મદદ કરતો દેખાયો હતો
અમરોહાઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી ફરી એકવાર રસ્તાં પર લોકોની મદદ કરવા માટે નીકળી પડ્યો છે. શમીએ ખુદ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કેટલાકો લોકોની સાથે રસ્તાં પર ગરીબોને મદદ કરતો દેખાઇ રહ્યો છે. શમીએ વીડિયો શેર કરી તેને સાથ આપનારા સ્થાનિકોનો આભાર માન્યો છે, વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખાસ વાત છે કે, દેશમાં લૉકડાઉન ચાલી રહ્યુ હતુ તે સમયે પણ મોહમ્મદ શમી રસ્તાં પર બહાર નીકળીને જરૂરિયાતમંદ ગરીબો અને મજૂરોને મદદ કરતો હતો, તે સમયે પણ લોકોએ શમીની ખુબ પ્રસંશા કરી હતી. ત્યારે શમી દિલ્હી-મુરાદાબાદ હાઇવે પર મજૂરોની મદદ કરતો દેખાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં મોહમ્મદ શમી પોતાના હૉમ ટાઉન ઉત્તરપ્રદેશના અમરોહામાં છે. થોડાક દિવસો પહેલા શમીએ નેટ્સમાં બૉલિંગની પ્રેક્ટિસ કરી હતી. તે વીડિયો પણ વાયરલ થયો હતો. શમીની અમરોહામાં પોતાની ક્રિકેટ એકેડેમી પણ છે.
છેલ્લા ત્રણ મહિનાથી જીવલેણ કોરોના વાયરસના કેરથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર બ્રેક લાગેલી છે. આ બધાની વચ્ચે મોટા ભાગના ભારતીય ક્રિકેટરો સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે રૂબરૂ થતા રહ્યાં છે. 8મી જુલાઇથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ટેસ્ટ સીરીઝથી ક્રિકેટની વાપસી થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement