શોધખોળ કરો
Advertisement
15 વર્ષ બાદ ક્રિકેટની દુનિયામાં આવ્યો વિચિત્ર એક્શન વાળો બૉલર, જુઓ વીડિયો
કોથીગોડા હાલ અબુધાબી ટી10 લીગમાં રમી રહ્યો છે, વિચિત્ર બૉલિંગ એક્શનના કારણે તેને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. તેની બૉલિંગ એક્શનના વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યાં છે
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં અવારનવાર વિચિત્ર ઘટનાઓ ઘટતી રહે છે, ક્યારેક મેદાન પર તો ક્યારેય ક્રિકેટરોમાં. હવે આવી જ એક ઘટના ક્રિકેટરોમાં ઘટી છે. એટલે કે વધુ એક વિચિત્ર એક્શન વાળા બૉલરની ક્રિકેટની દુનિયામાં એન્ટ્રી થઇ છે. આ બૉલર શ્રીલંકાનો છે અને હાલ ટી10 લીગમાં પોતાનો પરચો બતાવી રહ્યો છે.
ક્રિકેટની દુનિયામાં અત્યાર સુધી અનેક પ્રકારની વિચિત્ર બૉલિંગ એક્શન વાળા બૉલરો આવી ચૂક્યા છે, જેમાં મલિંગાથી લઇને બુમરાહ અને મુરલીધરનથી લઇને પૉલ એડમ્સ સામેલ છે. પણ હાલ શ્રીલંકાનો સ્પીનર કેવિન કોથીગોડા ખુબ ચર્ચામાં છે.
20 વર્ષીય કોથીગોડાની બૉલિંગ એક્શન એકદમ વિચિત્ર છે, જે પૉલ એડમ્સને મેચ થતી આવે છે. 15 વર્ષ પહેલા પૉલ એડમ્સે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ, પૉલ એડમ્સે પોતાની છેલ્લી ટેસ્ટ 2004માં રમી હતી, ત્યારબાદ 15 વર્ષના સમયગાળા બાદ કોથીગોડા દેખાયો છે.#NewFavePlayer Kevin Koththiigoda. Consonant in a blender pic.twitter.com/9EmOBFuNOW
— Paul Radley (@PaulRadley) November 16, 2019
કોથીગોડા હાલ અબુધાબી ટી10 લીગમાં રમી રહ્યો છે, વિચિત્ર બૉલિંગ એક્શનના કારણે તેને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. તેની બૉલિંગ એક્શનના વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion