Virat Kohli 4000 Runs T20: કોહલીએ બનાવ્યો વિરાટ રેકોર્ડ, ટી20માં આ મામલે બન્યો નંબર 1 બેટ્સમેન
T20 WC, Virat Kohli: વિરાટ કોહલીએ તેની આજની ઈનિંગ દરમિયાન મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટી20માં 4 હજાર રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો હતો.
T20 World Cup 2022, Virat Kohli: T20 World Cup 2022: ટી20 વર્લ્ડકપમાં આજે બીજી સેમિ ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રનની આક્રમક ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ તેની આજની ઈનિંગ દરમિયાન મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટી20માં 4 હજાર રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો હતો.
T20માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી
- વિરાટ કોહલી, ભારત, 4008 રન
- રોહિત શર્મા, ભારત, 3853 રન
- માર્ટિન ગપ્ટિલ, ન્યુઝિલેન્ડ, 3531 રન
- બાબર આઝમ, પાકિસ્તાન, 3323 રન
- પોલ સ્ટર્લિંગ, આયર્લેન્ડ, 3181 રન
- એરોન ફિંચ, ઓસ્ટ્રેલિયા, 3120 રન
- ડેવિડ વોર્નર, ઓસ્ટ્રેલિયા, 2894 રન
વિરાટ કોહલીનો ટી20 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં દેખાવ
- 72 * રન vs સાઉથ આફ્રિકા, મિરપુર, 2014
- 89 * રન vs વેસ્ટ ઈન્ડિઝ, 2016
- 50 રન vs ઈંગ્લેન્ડ, એડિલેડ, 2022
🚨 Milestone Unlocked 🔓
— BCCI (@BCCI) November 10, 2022
4⃣0⃣0⃣0⃣ T20I runs & going strong 💪 💪
Well done, @imVkohli! 👏 👏
Follow the match ▶️ https://t.co/5t1NQ2iUeJ #TeamIndia | #T20WorldCup | #INDvENG pic.twitter.com/JbEXzq24jW
ભારતીય ટીમ
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડ ટીમ
જૉસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલ સૉલ્ટ, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, મોઇન અલી, લિયામ લિવિંગસ્ટૉન, સેમ કરન, ક્રિસ વૉક્સ, ક્રિસ જૉર્ડન, આદિલ રશિદ.
એડિલેડમાં ભારતીય ટીમનો અજેય રેકોર્ડ
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તે એડિલેડના મેદાન પર અત્યાર સુધીમાં બે T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે. ભારતીય ટીમે આ બંને મેચ જીતી છે. એટલે કે આ મેદાન પર ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી પૂર્ણ 100 છે. જો કે, આ પણ ત્યારે જ શક્ય બન્યું છે જ્યારે ભારતીય ટીમ ટોસ હારી ગઈ હોય. એટલે કે ભારતીય ટીમ હજુ સુધી આ મેદાન પર ટોસ જીતી શકી નથી. જ્યારે મેચ એક પણ હારી નથી. આ મેદાન પર રમાયેલી બંને મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ એક વખત બાંગ્લાદેશને એક મેચમાં હરાવ્યું છે. આ જ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશનો પરાજય થયો છે.