શોધખોળ કરો

Virat Kohli: ટેસ્ટમાં 12 વર્ષ પૂરા થતા વિરાટ કોહલીએ શેર કરી ખાસ પોસ્ટ, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આજે ​​ટેસ્ટ ક્રિકેટમાં 12 વર્ષ પૂર્ણ કર્યા છે.

Virat Kohli Completed 12 Years In Test Cricket: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આજે ​​ટેસ્ટ ક્રિકેટમાં 12 વર્ષ પૂર્ણ કર્યા છે. તેણે આ દિવસે એટલે કે 20 જૂન, 2011ના રોજ કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી.  ત્યારથી કોહલીએ ભારત માટે 109 ટેસ્ટ મેચ રમી છે. પોતાના ટેસ્ટ કરિયરના 12 વર્ષ પૂરા કરવા પર કોહલીએ તેના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ પોસ્ટ કરી જેમાં તેણે હૃદય સ્પર્શી વાત લખી છે.

કોહલીએ 2008માં શ્રીલંકા સામે રમાયેલી ODI મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી  2010 માં  તેણે ઝિમ્બાબ્વે સામે રમતા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. જ્યારે કોહલીએ પોતાના ટેસ્ટ કરિયર વિશે એક પોસ્ટ કરી છે, જેમાં તે સફેદ ટેસ્ટ જર્સીમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટને કેપ્શન આપતા કિંગ કોહલીએ લખ્યું, ટેસ્ટ ક્રિકેટમાં આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. હંમેશા આભારી.

કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બાદ કોહલીને ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 68 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ભારતીય ટીમે 40માં જીત અને 17માં હારનો સામનો કરવો પડ્યો છે. કોહલીએ 2014માં પ્રથમ વખત ટેસ્ટ કેપ્ટનશીપ કરી હતી.  તેણે કેપ્ટન તરીકે છેલ્લી ટેસ્ટ મેચ 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.

અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

કિંગ કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં 109 ટેસ્ટ, 274 વનડે અને 115 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 185 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 48.72ની એવરેજથી 8479 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 28 સદી અને 28 અડધી સદી નીકળી છે. આ સાથે જ તેનો હાઈ સ્કોર 254* રન રહ્યો છે.

આ સિવાય કોહલીએ વનડેમાં 57.32ની એવરેજથી 12898 રન અને T20 ઈન્ટરનેશનલમાં 52.73ની એવરેજ અને 137.96ની સ્ટ્રાઈક રેટથી 4008 રન બનાવ્યા છે. કોહલીના બેટથી વનડેમાં 46 અને T20 ઈન્ટરનેશનલમાં 1 સદી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ

'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા

નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
Navratri 2025: નવરાત્રીમાં ધન પ્રાપ્તિ માટે ક્યા ઉપાયો કરવા જોઈએ?

અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી

ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો

Embed widget