Watch: પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલીએ કર્યો એવો ડાન્સ કે, સાથી ખેલાડીઓ હસી પડ્યા...
વિરાટ કોહલી માત્ર પોતાની આક્રમક બેટિંગ સ્ટાઈલથી ક્રિકેટ ફેન્સને દિવાના બનાવે છે એટલું જ નહીં, તે પોતાની 'મસ્ત મૌલા' સ્ટાઈલથી ચાહકોના દિલ પણ જીતી લે છે.
Virat Kohli Dance: વિરાટ કોહલી માત્ર પોતાની આક્રમક બેટિંગ સ્ટાઈલથી ક્રિકેટ ફેન્સને દિવાના બનાવે છે એટલું જ નહીં, તે પોતાની 'મસ્ત મૌલા' સ્ટાઈલથી ચાહકોના દિલ પણ જીતી લે છે. તે ઘણીવાર મેદાનની અંદર અને બહાર ડાન્સ કરતો જોવા મળે છે. ક્યારેક મેચ દરમિયાન પણ તે ભાંગડા કરતો અને સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ફેન્સનું મનોરંજન કરતો જોવા મળ્યો છે. વિરાટની આવી જ કેટલીક સ્ટાઈલ હવે ઓસ્ટ્રેલિયામાં જોવા મળી છે. તે બ્રિસબેનના મેદાન પર ડાન્સ કરતો જોવા મળ્યો છે.
કોહલી અચાનક ડાન્સ કરવા લાગે છે
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં વિરાટ કોહલી પોતાના સાથી ખેલાડીઓ સાથે વાતચીત કરતો જોવા મળે છે. આ વાતચીત દરમિયાન તે અચાનક ડાન્સ કરવા લાગે છે. તેને ડાન્સ કરતો જોઈને કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ પણ હસવાનું રોકી શકતા નથી.
#ViratKohli having fun in India's training session#CricketTwitter #OneCricket #TeamIndia #T20WorldCup pic.twitter.com/RxAQ0XQFLZ
— OneCricket (@OneCricketApp) October 16, 2022
આ વીડિયોમાં ચાર ખેલાડીઓ વચ્ચે એક વિષય પર રમુજી વાતચીત થઈ રહી હતી. આ વીડિયો રવિવારે (16 ઓક્ટોબર) ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાનનો છે. ટીમ ઈન્ડિયા સોમવારે બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે. આ વોર્મ-અપ મેચના એક દિવસ પહેલા ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ઘણો પરસેવો પાડ્યો હતો.
ટીમ ઈન્ડિયા બે વોર્મ-અપ મેચ રમશે
ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરથી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ દિવસે તેનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલાં ભારતીય ટીમને બે વોર્મ અપ મેચ રમવાની તક મળશે. પ્રથમ મેચ 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાશે અને બીજી મેચ 19 ઓક્ટોબરે ગાબામાં ન્યૂઝીલેન્ડ સામે રમાશે.
અપસેટ સાથે ટી-20 વર્લ્ડકપની શરૂઆત, નામિબિયાએ એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું
T20 World Cup 2022 SL Vs Nam: ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપનો અપસેટ સાથે પ્રારંભ થયો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રવિવારે (16 ઓક્ટોબર) શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાઈ હતી. ક્વોલિફાઈંગ રાઉન્ડની આ પ્રથમ મેચમાં નામિબિયાએ એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને 55 રનથી હરાવ્યું હતું. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 163 રન બનાવ્યા હતા.
નામિબિયાએ આ મેચ 55 રને જીતીને T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું. નોંધનીય છે કે ક્વોલિફાઈંગ રાઉન્ડની આ પહેલી મેચ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 163 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતવા માટે શ્રીલંકાને 164 રન બનાવવાના હતા, પરંતુ એશિયા કપ ચેમ્પિયન અહીં નિષ્ફળ સાબિત થઇ હતી અને 108માં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.