(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli ક્રિકેટની સાથે સોશિયલ મીડિયાથી કમાય છે કરોડો રુપિયા, જાણો એક પોસ્ટનો ચાર્જ
કોહલીના ટ્વિટર પર 50 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 50 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે.
Virat Kohli Social Media Earning: પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. તેણે લગભગ 3 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી. અગાઉ, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. સાથે જ, વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આ 71મી સદી છે. વિરાટ કોહલીની આ ઈનિંગ બાદ ચાહકોને આશા છે કે પૂર્વ ભારતીય કેપ્ટન પોતાના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે. આ દરમિયાન વિરાટ સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ માહિતી સામે આવી છે.
એક પોસ્ટથી 8.69 કરોડ રૂપિયાની કમાણી...
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કોહલીના ટ્વિટર પર 50 મિલીયનથી વધુ ફોલોઅર્સ છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 50 મિલિયન ટ્વિટર ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. નોંધનીય છે કે, આજના યુગમાં સોશિયલ મીડિયા આવકનું મુખ્ય સાધન બની ગયું છે. હવે આવી સ્થિતિમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર કેટલી કમાણી કરે છે, તે ફેન્સમાં ચર્ચાનો વિષય છે. જોકે, વિરાટ કોહલી ભારતીય ક્રિકેટની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી $1,088,000 કમાય છે. જો તમે પ્રતિ પોસ્ટ આ કમાણી પર નજર નાખો તો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એક પોસ્ટથી લગભગ 8.69 કરોડ રૂપિયા કમાય છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સોશિયલ મીડિયા પર સૌથી વધુ કમાણી કરે છે
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 211 મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય વિરાટ કોહલી પ્રથમ ભારતીય છે જેના ઈન્સ્ટાગ્રામ પર 200 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે જ સમયે, જો તમે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીની યાદી પર નજર નાખો તો, વિરાટ કોહલી 14માં નંબર પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લિસ્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી વર્ષ 2020માં પ્રતિ ટ્વિટ 2.5 કરોડ રૂપિયા લેતો હતો. જો કે તે સમયે તેના ફોલોઅર્સની સંખ્યા લગભગ 34 મિલિયન હતી, પરંતુ હવે તેઓએ તેમની ફી બમણી કરી દીધી છે. આ રીતે વિરાટ કોહલી એક ટ્વીટ દીઠ 5 કરોડ રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીના ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 300-310 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. એટલે કે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના ફોલોઅર્સ લગભગ 31 કરોડ છે.