IPL 2023: હૈદરાબાદ સામે સદી બાદ કોહલીનો જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ, વીડિયો કોલ પર અનુષ્કા સાથે કરી વાત
ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું.
Virat Kohli & Anushka Sharma: ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય ફાફ ડુ પ્લેસિસે 47 બોલમાં 71 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જો કે સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને બંને કપલનો આ રોમેન્ટિક અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ સિવાય વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના પતિના જોરદાર વખાણ કર્યા હતા. બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્નીએ લખ્યું છે કે 'વાહ, શું ઇનિંગ છે.'
Virat Kohli on a video call with Anushka Sharma after the match
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2023
The most beautiful moment! pic.twitter.com/3xoQILaMFF
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું
બીજી તરફ આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. આ રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત માટે 187 રનનો ટાર્ગેટ હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19.2 ઓવરમાં 2 વિકેટે 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 17.4 ઓવરમાં 172 રન જોડ્યા હતા. બંને ખેલાડીઓએ શાનદાર ભાગીદારી કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ક્લાસેનની સદીના કારણે 186 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ બે વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. RCB માટે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પણ 71 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં જીત સાથે, RCB 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફની રેસમાં યથાવત છે. હવે આ ટીમ પોતાની છેલ્લી મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. આ સાથે જ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે.