Virat Kohli Emotional: ભારતને રોમાંચક જીત અપાવી ભાવુક થયો વિરાટ કોહલી, જુઓ એ ક્ષણ
એક સમયે ભારતની સ્થિતિ પાકિસ્તાન સામે ખરાબ હતી ત્યારે વિરાટ કોહલીએ 82 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
Virat Kohli Emotional: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચ પાકિસ્તાન સામે જીતીને શાનદાર શરુઆત કરી છે. એક સમયે ભારતની સ્થિતિ પાકિસ્તાન સામે ખરાબ હતી ત્યારે વિરાટ કોહલીએ 82 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ વિરાટ કોહલી મેદાન પર જ ભાવુક થઈ ગયો હતો.
વિરાટ કોહલી થઈ ગયો ભાવુકઃ
અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી ભારતને જીત મળતાં જ ભાવુક થઈ ગયો હતો. વિરાટ કોહલીએ આજની મેચમાં 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી ભાવુક થયો ત્યારે ટીમના તમામ ખેલાડીઓ વિરાટને ઘેરી વળ્યા હતા. આ ક્ષણના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
He was crying, the emotions this man created, never seen a better player than him. #ViratKohli𓃵 thanks for everything G.O.A.T Virat Kohli #INDvsPAK2022 pic.twitter.com/ov3dkqrtja
— Nimit Narayani (@nimit2611) October 23, 2022
નબળી શરૂઆત બાદ જીત્યું ભારતઃ
160 રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા હતા અને 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જો કે, સૂર્યકુમાર 15 રન બનાવીને આઉટ થઈ હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં 160 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ 2 રન, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યો હતો.
પાકિસ્તાનનની થઈ હતી નબળી શરૂઆત
પાકિસ્તાનની શરૂઆત નબળી થઈ હતી. કેપ્ટન બાબર આઝમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. રિઝવાન 4 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ ઈફ્તિખાર અહેમદ અને મસૂદે ત્રીજી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કરી હતી. 14મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું.