AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઓપનિંગ બેટ્સમેન નાથન મેકસ્વીનીના સ્થાને 19 વર્ષીય સેમ કોનસ્ટાટે ડેબ્યૂ કર્યું હતું. જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024
વિરાટ અને કોનસ્ટાટ વચ્ચે ટક્કર
ઓસ્ટ્રેલિયાના દાવની 10મી ઓવર બાદ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડનું વાતાવરણ ગરમ થઈ ગયું હતું. કોનસ્ટાટ અને વિરાટ કોહલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોહલી અને કોનસ્ટાટ એકબીજા સાથે ટકરાયા હતા. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. મામલો શાંત કરવા માટે ઓસ્ટ્રેલિયાના બીજા ઓપનર ઉસ્માન ખ્વાજા સાથે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી.
Virat Kohli and Sam Konstas exchanged a heated moment on the MCG. #AUSvIND pic.twitter.com/QL13nZ9IGI
— cricket.com.au (@cricketcomau) December 26, 2024
કોનસ્ટાટને જાડેજાએ આઉટ કર્યો
આ મેચમાં સેમ કોનસ્ટાટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પ્રથમ 18 બોલમાં તેણે માત્ર 2 રન જ બનાવ્યા હતા. પરંતુ આ પછી તેણે બુમરાહની ચોથી ઓવરમાં પ્રથમ બે બોલ પર એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 14 રન કર્યા હતા. 11મી ઓવરમાં તેણે 18 રન બનાવ્યા હતા. જેમાં એક છગ્ગાની સાથે બે ચોગ્ગાનો સમાવેશ થાય છે.
સેમ કોનસ્ટાટે 52 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, તે 60 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. લેફ્ટ આર્મ સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. કોનસ્ટાટ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં અડધી ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો. 1953માં ઈયાન ક્રેગે 17 વર્ષ અને 240 દિવસની ઉંમરે પચાસ રન કર્યા હતા.
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર