શોધખોળ કરો

T20 World Cup 2024: માત્ર 10 રન બનાવાની સાથે જ કોહલી એમ ધોનીના આ ઐતિહાસિક રેકોર્ડને તોડી નાખશે

T20 World Cup 2024:  વિરાટ કોહલી એમએસ ધોનીનો ઐતિહાસિક રેકોર્ડ તોડવાની ખૂબ નજીક આવી ગયો છે. તે 10 રન બનાવતાની સાથે જ ઈતિહાસ રચશે. આ યાદીમાં એબી ડી વિલિયર્સ તેનાથી ઘણો પાછળ છે.

T20 World Cup 2024:  ટી20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં શરૂ થઈ ગયો છે, પરંતુ ભારતે હજુ સુધી તેની પ્રથમ મેચ રમી નથી. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે, જેમાં વિરાટ કોહલી એક એવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શકે છે. કોહલીએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે, પરંતુ એક એવો રેકોર્ડ છે જેમાં તે હજુ પણ એમએસ ધોનીથી પાછળ છે. નોંધનિય છે કે, વિરાટ કોહલી સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આઈપીએલમાં કોહલીના બેટે ધૂમ મચાવી હતી.

ડેથ ઓવરમાં સૌથી વધુ રન
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી એમએસ ધોની ડેથ ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. ધોનીએ તેની T20 વર્લ્ડ કપ કારકિર્દીમાં 33 મેચ રમી, જેમાં તેણે ડેથ ઓવર્સમાં 157.8ના સ્ટ્રાઈક રેટથી 311 રન બનાવ્યા. વિરાટ કોહલી આ મામલે 'થાલા' કરતા માત્ર 9 રન પાછળ છે. કોહલીએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી 27 મેચ રમી છે, જેમાં તેણે ડેથ ઓવરોમાં 302 રન બનાવ્યા છે, જે તેણે 194.8ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. એટલે કે, જો વિરાટ કોહલી 5 જૂને આયર્લેન્ડ સામેની ડેથ ઓવર્સ સુધી ક્રિઝ પર રહે છે, તો તે 10 રન બનાવતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે.

T20 વર્લ્ડ કપમાં કોહલીના રન
વિરાટ કોહલી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધીમાં તેણે 27 વર્લ્ડ કપ મેચોમાં 81.5ની અવિશ્વસનીય એવરેજથી 1,141 રન બનાવ્યા છે. તે વિશ્વ કપમાં 1000 રન પૂરા કરનાર મહેલા જયવર્દને પછી માત્ર બીજો બેટ્સમેન છે. કોહલીએ 25 ઇનિંગ્સમાં આ રન બનાવ્યા છે, જેમાં 14 અડધી સદી પણ તેના બેટમાંથી આવી છે. વર્લ્ડ કપમાં તેનો સર્વોચ્ચ સ્કોર 89 રન છે, જે તેણે 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.

એબી ડી વિલિયર્સ ઘણો પાછળ છે
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સ T20 વર્લ્ડ કપની ડેથ ઓવરોમાં ઘણો પાછળ ઉભો જોવા મળી રહ્યો છે. વિલિયર્સે વર્લ્ડ કપમાં 30 મેચ રમી, જેની ડેથ ઓવરોમાં તેણે 203.7ના સ્ટ્રાઈક રેટથી 273 રન બનાવ્યા. આ યાદીમાં તેના પછી શ્રીલંકાના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુસનો નંબર આવે છે. મેથ્યુઝે ડેથ ઓવરમાં 262 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget