શોધખોળ કરો
કોરોનાઃવિરાટ કોહલીએ ફેન્સને કહ્યુ- આવો આજે સાથે મળીને ભારતની તાકાત બતાવીએ
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કોરોના વિરુદ્ધ એકતા બતાવવા માટે આજે રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટ બંધ કરીને દીવડા, મીણબતી સળગાવતા અથવા તો મોબાઇલની લાઇટ કરવાની અપીલ કરી છે.
નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓ પણ કોરોના વાયરસ વિરુદ્ધ દેશની લડાઇ માટે વડાપ્રધાન મોદીની અપીલને સમર્થન આપી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ક્રિકેટર વડાપ્રધાન મોદીની રાત્રે નવ વાગ્યે લાઇટ બંધ કરીને દીવડા સળગાવવાની અપીલને સમર્થન કરી રહ્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કોરોના વિરુદ્ધ એકતા બતાવવા માટે આજે રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટ બંધ કરીને દીવડા, મીણબતી સળગાવતા અથવા તો મોબાઇલની લાઇટ કરવાની અપીલ કરી છે. કોહલીએ ટ્વિટ કરી જણાવ્યું હતુ કે, સ્ટેડિયમની તાકાત તેના ફેન્સ છે અને ભારતની તાકાત તેના લોકો છે. આજે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ સુધી. ચાલો દુનિયાને બતાવી દઇએ કે અમે બધા એક છીએ. આપણા હેલ્થ વોરિયરને બતાવીએ છીએ કે અમે તેમના પાછળ ઉભા છીએ. ટીમ ઇન્ડિયા. આ અગાઉ રોહિત શર્માએ પણ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આપણે તેને ખોટી કરી શકતા નથી. આપણુ જીવન આ ટેસ્ટ મેચને જીતવા પર નિર્ભર કરે છે. બધાને મારી અપીલ છે કે આ અવસર પર બધા એકતા બતાવે અને આજે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ સુધી દીવડો સળગાવી કોરોના વિરુદ્ધની લડાઇમાં યોગદાન આપે.
વધુ વાંચો




















