Virat Kohli New Look: T20 વર્લ્ડ કપની પહેલાં વિરાટ કોહલીએ બદલી હેર સ્ટાઈલ, જુઓ વીડિયો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 3 મેચોની T20 સિરીઝ પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા વિરાટ કોહલીએ પોતાની હેરસ્ટાઈલ બદલી છે.
Virat Kohli Hair Style: પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ એશિયા કપ 2022માં વિરાટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. એશિયા કપ 2022માં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે આ ટૂર્નામેન્ટની 5 મેચમાં 276 રન બનાવ્યા હતા. હવે વિરાટ કોહલીની નજર ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2022 પર છે, પરંતુ આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટનની નવી હેરસ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
વિરાટ કોહલીનો નવો હેર લૂક સોશિયલ મીડિયા પર વાયરલઃ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 3 મેચોની T20 સિરીઝ પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા વિરાટ કોહલીએ પોતાના વાળનો લુક બદલ્યો છે. શનિવારે હેરસ્ટાઈલિસ્ટ રાશિદ સલમાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે વિરાટ કોહલી સાથે જોવા મળી શકે છે. આ પોસ્ટના કેપ્શનમાં રાશિદ સલમાનીએ લખ્યું છે કે "કિંગ કોહલી માટે નવો લૂક". સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના ફેન્સને આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝની પ્રથમ મેચ મોહાલીમાંઃ
જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022 પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સાથે સિરીઝ રમશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 3 T20 મેચોની સિરીઝ રમશે. T20 વર્લ્ડ કપ 2022 પહેલા બંને ટીમો માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. જ્યારે બીજી મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં રમાશે. અને ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝની છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે.