શોધખોળ કરો
Advertisement
હાર્દિક અને અક્ષર વાત કરી રહ્યાં હતા ને અચાનક કોહલીએ આવીને શું કરી ગુજરાતીમાં મજાક કે બધા હંસવા લાગ્યા, જુઓ ફની વીડિયો
ઇન્ડિયનક્રિકેટટીમ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે, તે પ્રમાણે મેચ બાદ મોટેરા ગ્રાઉન્ડ પર બે ગુજરાતી ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ એકસાથે ઉભા રહેલા છે
નવી દિલ્હીઃ અમદાવાની મોટેરાની પીચ પર જોરદાર બૉલિંગ કરીને બધાનુ ધ્યાન પોતાની તરફ ખેંચનારો અક્ષર પટેલ હીરો બની ગયો છે. સોશ્યલ મીડિયા પર હાલમાં તેને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કેપ્ટન કોહલી ગુજરાતીમાં બોલીને અક્ષર પટેલ સાથે મસ્તી કરતો દેખાઇ રહ્યો છે.
ઇન્ડિયનક્રિકેટટીમ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે, તે પ્રમાણે મેચ બાદ મોટેરા ગ્રાઉન્ડ પર બે ગુજરાતી ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ એકસાથે ઉભા રહેલા છે.
આ દરમિયાન હાર્દિક પંડ્યા અક્ષર પટેલના પરફોર્મન્સ કરવા પર ઇન્ટરવ્યૂ લઇ રહ્યો છે, હાર્દિક અક્ષરને સવાલો પુછી રહ્યો છે, ત્યારે અચાનક કેપ્ટન કોહલી આવી જાય છે અને હાર્દિકના હાથમાંથી માઇક પકડીને ગુજરાતીમાં કહેવા લાગે છે -'એ બાપુ તારી બૉલિંગ કમાલ છે' આ દરમિયાન તમામ હાર્દિક અક્ષર અને કોહલી જોરશોરથી હંસવા લાગે છે.
ખાસ વાત છે કે ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ગુજરાતીની ટીમમાંથી રમતી વખતે સાથી ખેલાડીઓ તેને પ્રેમથી બાપુ કહીને બોલાવે છે. ડે-નાઇટ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનેલા અક્ષર પટેલે જોરદાર પરફોર્મન્સ કર્યુ છે. તેને ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને બધાને ચોંકાવી દીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement