શોધખોળ કરો

Virat Kohli vs BCCI: 'વિરાટ કોહલીને તમામ લોકોએ સપોર્ટ કર્યો, ખ્યાલ નથી તે આવું કેમ બોલી રહ્યો છે'

હવે કોહલીના આ નિવેદન પર હંગામો થયો છે. ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સહિતના અધિકારીઓ પણ પોતાનો પક્ષ આપતા જોવા મળે છે

Virat Kohli vs BCCI: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં એશિયા કપ 2022 સીઝનમાં રમી રહ્યો છે. અહીં તેણે તેની પ્રથમ ત્રણ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું અને ફોર્મમાં પરત ફર્યો હતો. હાલમાં જ કોહલીએ એક નિવેદન આપીને હંગામો મચાવ્યો છે. વાસ્તવમાં કોહલીએ રવિવારે જ પાકિસ્તાન સામે મેચ રમી હતી, જેમાં તેણે 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. કોહલીની આ સતત બીજી અડધી સદી હતી. મેચ બાદ કોહલી ભાવુક થઈ ગયો અને કહ્યું હતું કે જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે મહેન્દ્ર સિંહ ધોની સિવાય કોઈએ તેને મેસેજ પણ કર્યો ન હતો.

હવે કોહલીના આ નિવેદન પર હંગામો થયો છે. ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સહિતના અધિકારીઓ પણ પોતાનો પક્ષ આપતા જોવા મળે છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે બધાએ કોહલીનું સમર્થન કર્યું. તે ક્યા વિશે વાત કરી રહ્યો છે તે ખ્યાલ નથી.

બીસીસીઆઈના એક અધિકારીએ ઈનસાઈડસ્પોર્ટને કહ્યું હતું કે  'વિરાટને દરેકનો સપોર્ટ મળ્યો છે. બીસીસીઆઈથી લઈને તેના સાથી ખેલાડીઓએ સપોર્ટ કર્યો હતો. તેણે કહ્યું છે કે તેને સમર્થન મળ્યું નથી, આ ખોટું છે. જ્યારે તેને જરૂર હતી ત્યારે બ્રેક આપવામાં આવ્યો હતો. જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી ત્યારે બીસીસીઆઈના અધિકારીઓએ પણ સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા પાઠવી હતી. તેથી મને ખબર નથી કે તે શું વાત કરી રહ્યો છે.

'અમે ઈચ્છીએ છીએ કે તે રન બનાવતો રહે'

અધિકારીએ કહ્યું હતું કે કોહલી અને BCCI વચ્ચે કોઈ મતભેદ નથી. તેણે ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન માટે દરેક વ્યક્તિ તેનું સન્માન કરે છે. તે ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ અને મહત્વપૂર્ણ ખેલાડી છે. તેનું ફોર્મ યોગ્ય સમયે પાછું આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે તે રન બનાવતો રહે. ઓસ્ટ્રેલિયામાં તે ટીમ માટે સારું રહેશે.

વિરાટ કોહલીએ શું કહ્યું?

રવિવારે પાકિસ્તાન સામેની મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, 'જ્યારે મેં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે માત્ર એક જ વ્યક્તિનો મેસેજ આવ્યો, તે હતો મહેન્દ્ર સિંહ ધોની. ઘણા લોકો પાસે મારા નંબર છે. ટીવી પર પણ ઘણા લોકો નિવેદનો  આપે છે પરંતુ જેમની પાસે મારો નંબર છે તેમના તરફથી કોઈ મેસેજ મળ્યો નથી. બંને તરફથી સિક્યોરિટી હોય છે.

ટીકાકારોને જવાબ આપતા કોહલીએ કહ્યું હતું કે, 'જો મારે કોઈને કંઈક કહેવું હોય તો હું અંગત રીતે કહીશ. જો તમે દુનિયા સામે સલાહ આપો છો એનાથી મને શું ફાયદો ? જો તમે મારા કાર્ય વિશે કંઈપણ કહેવા અથવા સૂચવવા માંગતા હોવ તો તમે મને વ્યક્તિગત રૂપે આપી શકો છો. હું મારી લાઇફ પ્રામાણિકપણે જીવું છું, તેથી મને આ ચીજો દેખાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget