શોધખોળ કરો

IND vs AUS: વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો એક મોટો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનારો બીજો બેટ્સમેન બન્યો

વિરાટે આ મેચમાં જેવા પોતાના 50 રન પુરા કર્યા, તે સમયે તેને વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાને પછાડી દીધો હતો.

Virat Kohli Become the Second Highest Run getter against Australia: વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં હાફ સેન્ચૂરી ફટકારી દીધી છે. કોહલીએ 5 ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી. પોતાના આ અર્ધશતક પહેલા તેને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ખરેખરમાં, કોહલીએ આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેને બ્રાયન લારાને પાછળ પાડીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ ઇન્ટરનેશનલ રન બનાવનારો બીજો બેટ્સમેન બની ગયો છે. 

કોહલીએ લારાને પછાડ્યો  -
વિરાટે આ મેચમાં જેવા પોતાના 50 રન પુરા કર્યા, તે સમયે તેને વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાને પછાડી દીધો હતો. બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કુલ 82 ઇન્ટરનેશનલ મેચ (ટેસ્ટ અને વનડે) રમી હતી. આ દરમિયાન તેને 12 શતકોની મદદથી 4714 રન બનાવ્યા હતા. લારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 277 રનોની ઇનિંગ રમી હતી. 

વળી, કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અત્યાર સુધી 89 ઇન્ટરનેશનલ (ટી20, વનડે અને ટેસ્ટ) મેચો રમી રમી છે. આમાં તેને 50.84 ની એવરેજથી 15 સદીઓ, 24 ફિફ્ટી ફટકારી છે. કોહલી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4729 રન બનાવી ચૂક્યો છે. 

વળી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે. તેને કાંગારુઓ વિરુદ્ધ 110 ઇન્ટરનેશનલ મેચોમાં 20 સદીઓ અને 31 અર્ધશતકોની મદદથી 49.68 ની એવરેજથી 6707 રન બનાવ્યા છે. 

14 મહિના બાદ વિરાટ કોહલી ટેસ્ટમાં ફિફ્ટી -

વિરાટ કોહલીએ ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે શાનદાર ફિફ્ટી ફટકારી છે. વિરાટે 107 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી શાનદાર 50 રન બનાવીને વધુ એક ટેસ્ટ ફિફ્ટી પુરી કરી છે. આ સાથે જ વિરાટે પોતાની રિધમ હાંસલ કરી લીધી છે. ખાસ વાત છે કે, વિરાટની આ ટેસ્ટ ફિફ્ટી 2 વર્ષ બાદ એટલે 14 મહિના અને 16 ઇનિંગ બાદ આવી છે. વિરાટે છેલ્લે જાન્યુઆરી 2022માં ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી, ત્યારબાદ આજે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ફિફ્ટી બનાવી છે. 

India vs Australia WTC Final Scenario: અમદાવાદ ટેસ્ટ ડ્રો થઇ તો ટીમ ઇન્ડિયાનું શું થશે? જાણો WTC ફાઇનલનું સંપૂર્ણ ગણિત

India vs Australia WTC Final Scenario: ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં આજે (11 માર્ચ) ત્રીજા દિવસની રમત થઈ હતી અને અત્યારે ભારતની પ્રથમ ઇનિંગ ચાલી રહી છે. હવે મેચમાં બે દિવસ બાકી છે અને વધુ બે ઇનિંગ્સ રમવાની છે.

આવી સ્થિતિમાં અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો થવાની પૂરી સંભાવના છે. અમદાવાદની આ ટેસ્ટ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે WTCની ફાઇનલમાં પ્રવેશ કરશે.

WTC ફાઇનલ 7 જૂનથી લંડનમાં યોજાશે

WTC ફાઇનલ આ વર્ષે 7 જૂનથી લંડનના ઓવલ મેદાનમાં રમાશે. જો કે, પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ઓસ્ટ્રેલિયન ટીમ WTCની ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. હવે બીજા ફાઇનલિસ્ટની રાહ જોવાઇ રહી છે. બીજા ફાઇનલિસ્ટના દાવેદારીમાં ભારતીય ટીમ ઉપરાંત શ્રીલંકા પણ છે.

ફાઈનલ માટે ભારત-શ્રીલંકા જંગ

બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બીજી સિઝન છે. હવે આ ચેમ્પિયનશિપમાં માત્ર 4 મેચ બાકી છે. આમાં, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેચથી કોઈ ફરક પડતો નથી, કારણ કે બંને ટીમો રેસમાંથી બહાર છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જો અમદાવાદ ટેસ્ટ ડ્રો થશે અથવા ભારતીય ટીમ તેમાં હારશે તો સમગ્ર મામલો શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી પર નિર્ભર રહેશે.

તેવી સ્થિતિમાં શ્રીલંકાને ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી ક્લીન સ્વીપ સાથે જીતવી પડશે. આ શ્રેણી ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહી છે. જો આ શ્રેણીની એક પણ મેચ ડ્રો થાય છે અથવા શ્રીલંકા હારી જાય છે, તો તે સ્થિતિમાં ભારતીય ટીમ અમદાવાદ ટેસ્ટ હાર્યા બાદ પણ WTCની ફાઇનલમાં પહોંચી જશે.

અમદાવાદ ટેસ્ટ ડ્રો કે ભારતની હાર પર WTCનું અંતિમ સમીકરણ

જો શ્રીલંકા બે ટેસ્ટ મેચની સીરીઝમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કરશે તો તે ડબલ્યુટીસી ફાઇનલમાં જગ્યા બનાવી લેશે.

જો શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચની સીરીઝની એક મેચ પણ ડ્રો થાય છે તો ટીમ ઈન્ડિયા ડબલ્યુટીસી ફાઇનલમાં પ્રવેશ કરશે.

જો શ્રીલંકા ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં એક પણ મેચ હારી જશે તો ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં જગ્યા બનાવી લેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget