"Rohit Sharmaને T20I મેચના કેપ્ટન પદેથી મુક્ત કરી દેવો જોઈએ", પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે આપ્યું ચોંકાવનારું સુચન
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. અહીં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ બાદ T20 અને ODI સિરીઝ રમાવાની છે.
Virender Sehwag Rohit Sharma Team India Captaincy: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. અહીં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ બાદ T20 અને ODI સિરીઝ રમાવાની છે. પરંતુ રોહિત શર્મા આ મેચ પહેલાં કોરોના પોઝિટિવ થયો છે અને જેના કારણે તે આઈસોલેશનમાં છે. ત્યારે હવે ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે રોહિત શર્માને લઈને એક સૂચન આપ્યું છે. સેહવાગનું કહેવું છે કે, "રોહિતને ટી-20 ઈન્ટરનેશનલ મેચોની કેપ્ટનશીપથી દૂર કરી દેવો જોઈએ. આનાથી તેઓ તેમના કામના ભારણને યોગ્ય રીતે મેનેજ કરી શકશે."
રોહિતના કામનું ભારણ ઘટશેઃ
રોહિત T20 ઉપરાંત વનડે અને ટેસ્ટ મેચોની કેપ્ટનશીપમાં છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, સેહવાગે કહ્યું, "જો ભારતીય ટીમ મેનેજમેન્ટને T20 ફોર્મેટ માટે રોહિત સિવાય અન્ય કોઈ ખેલાડીનું સુકાનીપદનું નામ ધ્યાનમાં હોય તો રોહિતને રાહત આપવી જોઈએ. આ સાથે રોહિત તેના વર્કલોડને સારી રીતે મેનેજ કરી શકશે. જો બીજા કોઈને ટી20નો કેપ્ટન બનાવવામાં આવે તો રોહિતને બ્રેક મળશે અને તે વનડે અને ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન આપી શકશે."
BCCIની નીતિનો ઉલ્લેખ કરતાં સેહવાગે કહ્યું, " પરંતુ જો આમ છતાં, બીસીસીઆઈ ત્રણ ફોર્મેટ માટે એક જ કેપ્ટનની નીતિને અનુસરે, તો આ માટે રોહિત શર્માથી શ્રેષ્ઠ ખેલાડી બીજો કોઈ હોઈ શકે નહીં.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં 1 જુલાઈથી બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાશે. જ્યારે આ પછી 7 જુલાઈથી T20 સિરીઝ રમાશે. આ પછી 12 જુલાઈથી લંડનમાં વનડે સીરિઝ શરૂ થશે. ભારતીય ટીમ આ પ્રવાસની છેલ્લી મેચ 17 જુલાઈએ રમશે જે માન્ચેસ્ટરમાં યોજાનાર છે.
આ પણ વાંચોઃ