WTC 2023 Final: શુભમનના વિવાદિત કેચ બાદ સહેવાગે અમ્પાયર પર નિશાન સાધ્યું, જુઓ ટ્વિટ કરી શું કહ્યું ?
પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને થર્ડ અમ્પાયર પર નિશાન સાધ્યું છે.
Virender Sehwag On Shubman Gill, IND vs AUS: શુભમન ગિલ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે જ્યારે કેમરુન ગ્રીને કેચ પકડ્યો ત્યારે તે સમયે બોલ જમીનને અડી ગયો હતો. જો કે હવે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને થર્ડ અમ્પાયર પર નિશાન સાધ્યું છે. વિરેન્દ્ર સેહવાગે એક મીમ શેર કરી છે. આ મીમમાં આંખ પર પટ્ટી બાંધેલી વ્યક્તિની તસવીર મૂકી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે શુભમન ગિલને આઉટ આપતી વખતે થર્ડ અમ્પાયર… પૂર્વ ભારતીય ઓપનરે આગળ લખ્યું કે જો કોઈ નક્કર પુરાવા નથી, જો મામલો શંકાસ્પદ હોય તો નોટ આઉટ આપવો જોઈએ.
Third umpire while making that decision of Shubman Gill.
— Virender Sehwag (@virendersehwag) June 10, 2023
Inconclusive evidence. When in doubt, it’s Not Out #WTC23Final pic.twitter.com/t567cvGjub
વીરેન્દ્ર સેહવાગનું ટ્વીટ થયું વાયરલ
જો કે, વિરેન્દ્ર સેહવાગની ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલે કહ્યું કે મને નથી લાગતું કે કેમરૂન ગ્રીને શુભમન ગિલનો કેચ ક્લીન રીતે પકડ્યો હતો. હું માનું છું કે શુભમન ગિલને નોટઆઉટ આપવો જોઈતો હતો.
બોલ જમીનને સ્પર્શ્યા પછી કેમરુન ગ્રીને કેચ લીધો હતો ?
જણાવી દઈએ કે કેમરુન ગ્રીને સ્કોટ બાઉલેન્ડના બોલ પર સ્લિપમાં શુભમન ગિલનો કેચ પકડ્યો હતો. થર્ડ અમ્પાયરે ઘણી વખત રિપ્લેમાં કેમરુન ગ્રીનનો કેચ જોયો હતો. આ પછી થર્ડ અમ્પાયરે કહ્યું કે જ્યારે કેમરુન ગ્રીને કેચ પકડ્યો તે સમયે આંગળી બોલની નીચે હતી. જો કે, એવું લાગતું હતું કે જ્યારે કેમરુન ગ્રીન જમીન પર પડ્યો ત્યારે બોલ જમીન પર અડી ગયો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયન ખેલાડીએ જમીન પર પડ્યા બાદ બોલ ઉપાડ્યો હતો.
ચોથા દિવસની રમત સમાપ્ત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે 280 રનની જરૂર છે. ભારત તરફથી વિરાટ કોહલી 44 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે અજિંક્ય રહાણે 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો.