એશિયા કપ 2025 વચ્ચે વોશિંગ્ટન સુંદરે બદલી પોતાની ટીમ,હવે આ દેશમાં મચાવશે ધમાલ!
Washington Sundar: એશિયા કપ 2025 દરમિયાન વોશિંગ્ટન સુંદરે એક મોટો નિર્ણય લીધો છે. તે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમશે.

Washington Sundar: ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે એશિયા કપ 2025 વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. સુંદરે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. તે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. સુંદરે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ધમાલ મચાવી હતી. તેણે બેટિંગ અને બોલિંગ બન્નેમાં ધમાલ મચાવી હતી.
🚨 WASHINGTON SUNDAR TO COUNTY CRICKET 🚨
— Johns. (@CricCrazyJohns) September 11, 2025
- Washington will play 2 county matches for Hampshire, a very good preparation for the home Test season. pic.twitter.com/FPGmoFzYIG
વોશિંગ્ટન સુંદરનો મોટો નિર્ણય
સુંદરે હેમ્પશાયર માટે 2 કાઉન્ટી મેચ રમવાનો નિર્ણય લીધો છે, જે ઘરઆંગણે ટેસ્ટ સીઝન માટે ખૂબ જ સારી તૈયારી છે. તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે તેની તૈયારીઓ પૂર્ણ કરવા માંગે છે. સુંદરને ફરી એકવાર ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળવાની અપેક્ષા છે. આર. અશ્વિનના નિવૃત્તિ પછી, સુંદર પાસે ટીમ ઈન્ડિયામાં કાયમી સ્થાન મેળવવાની સારી તક છે. ઈંગ્લેન્ડમાં ધમાલ મચાવ્યા બાદ, હવે સ્ટાર ખેલાડી કાઉન્ટીમાં કમાલ કરવા માટે તૈયાર છે. સુંદરે તેની કાઉન્ટી ટીમ પણ બદલી છે. હેમ્પશાયર પહેલા, તે 2022 માં લેન્કેશાયર માટે રમી ચૂક્યો છે. પરંતુ 2025 માં, તે હવે હેમ્પશાયર માટે રમશે.
ડિરેક્ટરે ખુશી વ્યક્ત કરી
હેમ્પશાયરના ક્રિકેટ ડિરેક્ટર ગિલ્સ વ્હાઇટે વોશિંગ્ટન સુંદરના ટીમમાં જોડાવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કાઉન્ટી ચેમ્પિયનશિપ માટે વોશિંગ્ટનને ક્લબમાં લાવવાનો અમને ખૂબ આનંદ છે. આ ઉનાળામાં ઇંગ્લેન્ડ સામેની તેની શ્રેણી ઉત્તમ રહી અને તે સમરસેટ અને સરી સામે આગામી બે મોટી મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ઇંગ્લેન્ડ સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું
સુંદરે ઇંગ્લેન્ડ સામે ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે 4 મેચમાં 1 સદીની મદદથી 284 રન બનાવ્યા અને 7 વિકેટ પણ લીધી. તેણે અત્યાર સુધીમાં ભારત માટે 13 ટેસ્ટ મેચમાં 44.2 ની સરેરાશથી 752 રન બનાવ્યા છે. આ ઉપરાંત, તેણે 50.6 ની સરેરાશ સાથે 32 વિકેટ પણ લીધી છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે પહેલી મેચમાં યૂએઈને હરાવીને શાનદાર શરુઆત કરી છે. આ મેચમાં સ્પિનર કુલદીપ યાદવ અને ઓલ રાઉન્ડર શિવમ દુબેએ ઘાતક બોલીંગ કરી કરી હતી.



















