શોધખોળ કરો
Advertisement
કયો સ્ટાર ખેલાડી પોતાની દાદીનુ નિધન થયુ હોવા છતા આઇપીએલની મેચ રમવા મેદાનમાં આવ્યો, જાણો વિગતે
શેન વૉટસને કહ્યું કે, હું પોતાના ઘર અને પરિવારને પ્રેમ મોકલવા માંગુ છે, હું જાણુ છુ કે નાની એક અદ્રૂત માં રહી છે, મારુ દિલ રડી રહ્યું છે. હુ આ વાત માટે માફી ઇચ્છુ છું કે આવા સમયે હું મારા પરિવારની સાથે નથી
નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન શરૂ થઇ ચૂકી છે.ચેન્નાઇ સુપર કિંગ્સના બેટ્સમેન શેન વૉટસને આઇપીએલ 13માં રમતા પોતાની પર્સનલ લાઇફને નુકશાન વિશે જણાવ્યુ. શેન વૉટસને જણાવ્યુ કે શુક્રવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરતા પહેલા શેન વૉટસનની નાનીનુ નિધન સીએસકે અને દિલ્હી કેપિટલ્સની મેચના એક દિવસ પહેલા થયુ હતુ.
શેન વૉટસને ખુદ પોતાની નાનીના નિધનની જાણકારી આપી છે. શેન વૉટસને કહ્યું કે, હું પોતાના ઘર અને પરિવારને પ્રેમ મોકલવા માંગુ છે, હું જાણુ છુ કે નાની એક અદ્રૂત માં રહી છે, મારુ દિલ રડી રહ્યું છે. હુ આ વાત માટે માફી ઇચ્છુ છું કે આવા સમયે હું મારા પરિવારની સાથે નથી.
શેન વૉટસન માટે છેલ્લા કેટલાક દિવસો એકદમ ઇમૉશનલ રહ્યાં છે. શેન વૉટસને આવા સમયે પરિવારની સાથે ના હોવા માટે માફી માંગી છે. નાનીના નિધન છતાં શેન વૉટસન ટીમ માટે પોતાની જવાબદારીને ના ભૂલ્યો અને આગલા દિવસે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો.
શેન વૉટસન ડીન જૉન્સના નિધનને લઇેન પણ ખુબ દુઃખી છે. શેન વૉટસને કહ્યું કે, મને વિશ્વાસ નથી થતો, આવો શાનદાર વ્યક્તિ આપણી વચ્ચે નથી. હું તેમને એકદમ નજીકથી જાણતો હતો. ઇસ્લામાબાદ માટે રમતી વખતે બે વર્ષ સુધી જૉન્સ મારા કૉચ રહ્યાં છે. શેન વૉટસને જણાવ્યુ કે, ઓસ્ટ્રેલિયા માટે રમવાનુ બંધ કર્યા બાદ તેને જૉન્સને વધુ બેસ્ટ રીતે જાણ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડરે કહ્યું કે, તે હંમેશા તમને બેસ્ટ બનાવવા માટે આગળ વધારતા હતા, તે બીજા લોકોની ખુબ પરવાહ કરતા હતા.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement