(Source: ECI/ABP News/ABP Majha)
Denesh Ramdin retires : વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર દિનેશ રામદીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર દિનેશ રામદીને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રામદિન છેલ્લે ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ માટે T20I રમ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર દિનેશ રામદીને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રામદિન છેલ્લે ડિસેમ્બર 2019માં વેસ્ટ ઈન્ડિઝ માટે T20I રમ્યો હતો. રામદિન 74 ટેસ્ટ, 139 ODI અને 71 T20I રમ્યો હતો. તેણે 2005માં શ્રીલંકા સામે કોલંબોમાં ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું.
રામદીને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. છેલ્લા 14 વર્ષોનું એક સ્વપ્ન સાકાર થયું છે. મેં ત્રિનિદાદ અને ટોબેગો અને વેસ્ટ ઈન્ડિઝ માટે ક્રિકેટ રમીને મારા બાળપણના સપના પૂરા કર્યા છે.” ત્યારબાદ તેણે તેના મિત્રો અને પરિવારનો આભાર માન્યો હતો.
દિનેશ રામદિન તમામ ફોર્મેટમાં
ટેસ્ટ - 74
રન - 289
ODI - 139
રન - 2200
T20Is - 71
રન - 636
સ્ટોક્સ બાદ આ દિગ્ગજ ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત
વેસ્ટ ઈન્ડિઝના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર લેન્ડલ સિમોન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વન ડે અને ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સિમોન્સની કારકિર્દી સારી રહી હતી. તેના નિવૃત્તિના સમાચાર ત્રિનબગો નાઈટ રાઈડર્સે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આપ્યા હતા. સિમોન્સે વન ડે ક્રિકેટમાં 2 સદી અને 16 અડધી સદી ફટકારી છે. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.
સિમોન્સે વર્ષ 2006માં પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેણે 2007માં ટી20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ મેચ રમી હતી. સિમોન્સે 68 વનડેમાં 1958 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 16 અડધી સદી ફટકારી હતી. સિમોન્સે 68 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં 1527 રન બનાવ્યા છે. જેમાં તેણે 9 અડધી સદી ફટકારી છે. તેણે 8 ટેસ્ટ મેચ પણ રમી છે.
કેરેબિયન ખેલાડી સિમોન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. તેણે આ લીગમાં 29 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે 1079 રન બનાવ્યા છે. સિમન્સે IPLમાં એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન રહ્યો છે.
બેન સ્ટોક્સે વન ડે ઈન્ટરનેશલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે વન ડે ઈન્ટરનેશલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તેની ODI કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. સ્ટોક્સે વનડેમાં 3 સદી અને 21 અડધી સદી ફટકારવાની સાથે 74 વિકેટ ઝડપી છે. તો 2019ના વર્લ્ડ કપમાં બેન સ્ટોક્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.