શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક વિજય: ઝિમ્બાબ્વેને 107 રને હરાવી સુપર 8માં રચ્યો ઈતિહાસ

T20 વર્લ્ડ કપ 2026: વેસ્ટ ઈન્ડિઝે વાનખેડેમાં ઝિમ્બાબ્વે સામે 254 રનનો પહાડ જેવો સ્કોર બનાવી 107 રને જીત મેળવી. હેટમાયરની આક્રમક બેટિંગ અને મોતીની ફિરકીનો જાદુ.

મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની સુપર 8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવીને એક તરફી વિજય મેળવ્યો છે. કેરેબિયન ટીમે પ્રથમ બેટિંગ કરતા રનનો પહાડ ખડક્યા બાદ પોતાની ધારદાર બોલિંગથી ઝિમ્બાબ્વેના બેટિંગ લાઇનઅપના ફૂરચા ઉડાવી દીધા હતા. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે સેમિફાઇનલની રેસમાં પોતાનો દાવો મજબૂત કર્યો છે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ માટે હવે પછીની ડગર મુશ્કેલ બની ગઈ છે.

બેટિંગમાં કેરેબિયન કેર: હેટમાયર અને પોવેલનું તોફાન

વાનખેડેની સપાટ પીચ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરનાર વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. નિર્ધારિત 20 ઓવરમાં ટીમે 6 વિકેટે 254 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો, જે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર છે. આ ઇનિંગના અસલી હીરો શિમરોન હેટમાયર રહ્યા હતા, જેમણે માત્ર 34 બોલમાં 250 ના સ્ટ્રાઇક રેટથી 85 રન ફટકાર્યા હતા. હેટમાયરની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે.

કેપ્ટન રોવમેન પોવેલે પણ મોરચો સંભાળતા 35 બોલમાં 59 રન (4 ચોગ્ગા, 4 છગ્ગા) ની શાનદાર ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં શેરફેન રૂધરફોર્ડે માત્ર 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 31 રન બનાવીને ટીમને 250 રનના આંકડાને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બોલિંગમાં ગુડકેશ મોતી અને અકીલ હુસૈનનો જાદુ

255 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝના સ્પિનરો સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનો લાચાર જોવા મળ્યા હતા. ગુડકેશ મોતીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપીને ઝિમ્બાબ્વેની કમર તોડી નાખી હતી, જ્યારે અકીલ હુસૈને 3 વિકેટ લઈને તેમને સાથ આપ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ 17.4 ઓવરમાં માત્ર 147 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

એક સમયે ઝિમ્બાબ્વેનો સ્કોર 94 રનમાં 5 વિકેટ હતો, પરંતુ ત્યારબાદ થયેલા ધબડકાને કારણે તેમણે માત્ર 9 રનના અંતરાલમાં બીજી 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, નીચલા ક્રમમાં ઇવાન્સે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હારના માર્જિનને ઘટાડવા પૂરતો સાબિત થયો હતો.

ઝિમ્બાબ્વે માટે સેમિફાઇનલનો રસ્તો કપરો

ગ્રુપ સ્ટેજમાં સતત 3 મેચ જીતીને આત્મવિશ્વાસ સાથે સુપર 8 માં પ્રવેશેલી ઝિમ્બાબ્વેની ટીમનો વિજય રથ અહીં થંભી ગયો છે. આ મોટી હારથી તેમના નેટ રન રેટ પર પણ નકારાત્મક અસર પડી છે. ઝિમ્બાબ્વેનો આગામી મુકાબલો 26 ફેબ્રુઆરીએ ભારત સામે છે, જે તેમના માટે 'કરો યા મરો' જેવો સાબિત થશે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝે આ ભવ્ય જીત સાથે તમામ ટીમો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget