T20 WC 2022 Final: પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ?
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને જીત માટે 169 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવર રમીને 6 વિકેટો ગુમાવીને 168 રન બનાવ્યા હતા.
T20 World Cup 2022, ENG vs PAK: ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં બુધવારે પાકિસ્તાને (Pakistan) ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી, બાદમાં ગુરુવારે ઇંગ્લેન્ડે ભારતને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. બન્ને ટીમોએ ઘણા વર્ષો બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, હવે આગામી રવિવારે બન્ને ટીમો પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્રૉફી માટે જંગ ખેલાશે, ખાસ વાત છે કે બન્ને ટીમો ગૃપ સ્ટેજ મેચો સુપર 12 રાઉન્ડમાં બીજા નંબરની ટીમો છે, જ્યારે પ્રથમ નંબરની બન્ને ટીમો ઘરભેગી થઇ ગઇ છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે લાઇવ જોઇ શકાશે.
ક્યારે ને ક્યાં રમાશે ફાઇનલ મેચ ?
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે ફાઇનલ (PAK vs ENG Final) મેચ રવિવારે 13 નવેમ્બરે ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગે શરૂ થશે. આ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે. આ એક એવુ મેદાન છે, જ્યાં બૉલર અને બેટ્સમેનો બન્નેને બરાબર મદદ મળે છે.
ક્યાં જોશો લાઇવ મેચ ?
આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલ પરો કરવામાં આવશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.
હેડ ટૂ હેડ રેકોર્ડ ?
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે અત્યારે સુધી 28 ટી20 મેચ રમાઇ છે, અહીં ઇંગ્લેન્ડનુ પલડુ ભારે રહ્યું છે. ઇંગ્લેન્ડે 17 મેચોમાં જીત નોંધાવી છે, જ્યારે પાકિસ્તાની ટીમના ભાગમાં માત્ર 9 મેચોમાં જ જીત આવી છે. એક મેચ પરિણામ વિનાની રહી છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે 7 મેચોની ટી20 સીરીઝમાં માત આપી હતી.
Ind vs Eng Semi-final: સેમિ ફાઇનલમાં ભારતની કારમી હાર, બટલર-હેલ્સે ઇંગ્લેન્ડે પહોંચાડી ફાઇનલમાં
Ind vs Eng Semi-final: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એડિલેડ ગ્રાઉન્ પર રમાયેલી બીજી સેમિ ફાઇનલ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે વિના વિકેટે આસાની લક્ષ્યને ચેઝ કરી લીધુ હતુ. ઇંગ્લિશ ટીમે ભારતને 10 વિકેટથી હાર આપીને ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે રવિવાર પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ખિતાબી જંગ જામશે.
સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લિશ કેપ્ટન જૉસ બટલરે ટૉસ જીતને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, અને ટીમ ઇન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ એકદમ ખરાબ રહી હતી. 20 ઓવર રમીને ટીમે માત્ર 168 રન જ બનાવ્યા હતા.
બાદમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમના ઓપનર બેટ્સમેનોએ તાબડતોડ બેટિંગ કરતા શાનદાર શરૂઆપ અપાવી હતી. ઇંગ્લિશ ટીમે 16 ઓવરમં જ વિના વિકેટ 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડ ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ હતી.
જીત માટે ઇંગ્લેન્ડને મળ્યો હતો 169નો ટાર્ગેટ
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને જીત માટે 169 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવર રમીને 6 વિકેટો ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જેમાં કોહલી અને હાર્દિકની દામદાર ફિફ્ટી સામેલ છે. ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લિશ ટીમને હવે 169 રનોનો ટાર્ગેટ મળ્યો હતો.