આફ્રિકાના ક્યા સ્ટાર બેટ્સમેનને DRSમાં નોટઆઉટ અપાતાં કોહલી ભડક્યો ? કેપ કાઢી હવામાં મારી લાત, સ્ટમ્પ માઈકમાં શું બોલ્યો ?
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને ગ્રાઉન્ડ અંપાયરે આઉટ આપ્યો હતો પણ થર્ડ અંપાયરે નોટઆઉટ આપતાં વિરાટ કોહલીગુસ્સામાં જોવા મળ્યો હતો.
કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતનો કેપ્ટન વિરાટ કોહલી થર્ડ અંપાયરના નિર્ણયથી એટલો ગુસ્સે થઈ ગયો હતો કે, જોર શોરથી આક્રોશ કાઢવા માંડ્યો હતો. એટલું જ નહીં પણ તેણે કેપ કાઢીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને હવામા લાત પણ મારી હતી. કોહલી બબડતો બબડતો જતો હોય એવા સીન પણ જોવા મળ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને ગ્રાઉન્ડ અંપાયરે આઉટ આપ્યો હતો પણ થર્ડ અંપાયરે નોટઆઉટ આપતાં વિરાટ કોહલીગુસ્સામાં જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી DRSના નિર્ણયથી એટલો બધો ગુસ્સે થઇ ગયો હતો કે તેણે સ્ટમ્પ પાસે આવેલા માઇકમાં પણ જોરથી કોમેન્ટ કરી હતી. કોહલીએ કહ્યું હતું કે, આખો દેશ મારી ટીમ વિરુધ્ધ રમી રહ્યો છે. દ્રાઉન્ડ અમ્પાયરે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને આઉટ આપ્યો હતો પરંતુ રિવ્યૂ લીધા બાદ નિર્ણય ફેરવી દેવામા આવ્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી કોહલી ગુસ્સે થયો હતો.
અશ્વિન ડીન એલ્ગર સામે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક બોલ ખૂબ વધુ અંદર આવ્યો હતો. એલ્ગરે બોલને લેગ સાઇડ તરફ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ એલ્ગરના પેડ પર ટકરાયો હતો. . ભારતીય ટીમે જોરદાર અપીલ કરી હતી. અમ્પાયર મરે ઇરાસમસે એલ્ગરને તરત આઉટ આપી દીધો હતો જેનાથી ટીમ ઇન્ડિયા ખુશીથી ઝૂમી ઉઠી હતી.
"Fcuking camera team"
— S 🧣 (@kollyscharm) January 13, 2022
"Supersport is a joke"
"focus on your team as well as they shine the ball eh not just the opposition. trying to catch people all the time"
Kohli is angry as hell pic.twitter.com/KYFyM8BUPP
જો કે એલ્ગરે રિવ્યૂ લીધો હતો. બોલ ટ્રેકિંગમાં બોલ વિકેટથી પર જતો જોવા મળ્યો હતો તેથી થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલ્યો હતો. અશ્વિને આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું કે, તમારે જીતવા માટે ખૂબ સારા રસ્તા અપનાવવા જોઇએ, સુપરસ્પોર્ટ્સ.
કોહલી પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી ગુસ્સામાં જોવા મળ્યો હતો. તે સ્ટમ્પ માઇક પાસે આવીને પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, આખો દેશ મારી ટીમ વિરૂધ્ધ રમી રહ્યો છે.