પાકિસ્તાન સામેની મેચમાં કોહલી ક્યા ત્રણ મેચ વિનર ખેલાડીને રમાડવા નથી માંગતો, જાણો મોટા સમાચાર
પાકિસ્તાન સામેની મેગા મેચ પહેલા ભારતની પ્લેઇંગ ઈલેવનમાં કોને સ્થાન મળશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
દુબઈ: ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ફોર્મમાં છે ત્યારે વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ મેગા ટક્કર પહેલા ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. મોટાભાગે ભારતીય 11 પસંદ કરવી સરળ રહેશે ત્યારે કેટલીક મુશ્કેલ પસંદગીઓ છે જે કરવાની જરૂર છે. બાબર આઝમનું નેતૃત્વ ધરાવતું પાકિસ્તાન વર્લ્ડકપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતને હરાવવાનું પસંદ કરશે, જ્યારે ટીમ ઇન્ડિયા પોતાનો રેકોર્ડ અકબંધ રાખવા માંગે છે.
પાકિસ્તાન સામેની મેગા મેચ પહેલા ભારતની પ્લેઇંગ ઈલેવનમાં કોને સ્થાન મળશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિરાટ કોહલીએ પહેલેથી જ પુષ્ટિ કરી દીધી છે કે રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગ કરશે અને તે ખુદ ત્રીજા નંબર પર રમવા આવશે. ઇશાન કિશન જે ફોર્મમાં છે તે જોતાં તેને ટીમમાંથી બહાર રાખવો અશક્ય છે. તે નંબર 4 પર રમશે અને ત્યારબાદ સૂર્યકુમાર યાદવ 5 માં ક્રમે ઉતરશે. આનો અર્થ એ થયો કે કિશન ટીમમાં સામેલ થશે તો રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકશે નહીં.
ટીમમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજા છે. જોકે હાર્દિક પંડ્યા રમશે કે નહીં તેને લઈને ચર્ચા છે પણ તેની બેટિંગને જોતા તેને ટીમમાં સ્થાન મળી શકે છે. પણ જો ટીમ ઇન્ડિયા માત્ર એક સ્પેશ્યાલિસ્ટ સ્પિનર સાથે રમવાનું વિચારશે તો વરિષ્ઠ સ્પિનર રવિ અશ્વિનને ટીમમાં સ્થાન મળવાની શક્યતા ઓછી થઈ જાય છે.
મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ મુખ્ય પેસર્સ હશે, જ્યારે વરુણ ચક્રવર્તી નિષ્ણાત સ્પિનર તરીકે ટીમમાં હશે.
India’s Predicted 11 vs Pakistan: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (C), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી