શોધખોળ કરો

ધોનીને 'મેન્ટર' બનાવવા સામે કોણે કરી બોર્ડને અરજી ? BCCIના બંધારણની કઈ કલમ હેઠળ ધોની 'મેન્ટર' ના બની શકે એવો કર્યો દાવો ?

આ બાબતે બીસીસીઆઈ તરફથી અનૌપચારિક પ્રતિક્રિયા પણ આવી છે.

T20 World Cup 2021: આગામી ટી 20 વર્લ્ડ કપ 2021 માં મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડિયા સાથે માર્ગદર્શક (મેન્ટક) તરીકે મોકલવાના બીસીસીઆઈના નિર્ણય સામે અવાજ ઉઠવા લાગ્યો છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સભ્ય સંજીવ ગુપ્તાએ BCCI ના નિર્ણય સામે ફરિયાદ કરી છે અને આ નિર્ણયને લોઢા સમિતિની ભલામણો વિરુદ્ધ ગણાવ્યો છે.

સંજીવ ગુપ્તાએ કાઉન્સિલના સભ્યોને એક પત્ર મોકલ્યો છે. તેમનું કહેવું છે કે નિયમો અનુસાર ધોનીને ભારતીય ટીમના માર્ગદર્શક (મેન્ટર) બનાવવો ખોટો છે, કારણ કે આમ કરવાથી હિતોનો સંઘર્ષ થાય છે. ધોની (MS ધોની) IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. CSK તરફથી રમતી વખતે તે ભારતીય ટીમમાં જોડાઈ શકતો નથી.

આ બાબતે બીસીસીઆઈ તરફથી અનૌપચારિક પ્રતિક્રિયા પણ આવી છે. એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, "હા, ગુપ્તાએ એપેક્સ કાઉન્સિલના સભ્યોને એક પત્ર મોકલ્યો છે જેમાં સૌરવ ગાંગુલી અને જય શાહનો સમાવેશ થાય છે. તેમણે BCCI બંધારણની કલમ 38 (4) નો ઉલ્લેખ કર્યો છે જે મુજબ વ્યક્તિ બે અલગ અલગ હોદ્દાઓ પર રહી શકે નહીં. એપેક્સ કાઉન્સિલે તેની અસરની તપાસ કરવા માટે તેની કાનૂની ટીમની સલાહ લેવી પડશે. "

બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી અને આ પ્રસંગે ધોની (MS Dhoni) ને આ આઈસીસી ટુર્નામેન્ટ માટે ટીમના માર્ગદર્શક (મેન્ટર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંના એક એવા વિકેટકીપર-બેટ્સમેન ધોની (MS Dhoni) ના નેતૃત્વમાં ભારતે બે વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે-2007 આફ્રિકામાં ટી -20 વર્લ્ડ કપ અને ભારતમાં 2011 નો વનડે વર્લ્ડ કપ .

ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ધોનીની નિવૃત્તિની ઘોષણાએ વિશ્વ ક્રિકેટને આશ્ચર્યચકિત કરી દીધું હતું અને ત્યારથી તેણે એક વખત પણ તેના વિશે વાત કરી નથી. ધોનીએ ભારત માટે અનુક્રમે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી 20 આંતરરાષ્ટ્રીયમાં 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget