2025માં વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર કોણ હશે ? રવિન્દ્ર જાડેજાએ આપ્યો એવો મજેદાર જવાબ કે.....
જાડેજાની ગણના ટીમ ઈન્ડિયાના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પૈકીના એકમાં થાય છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજા ઘાયલ થયો હતો અને હવે તે ઇજામુક્ત બની ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં ફ્રેન્ચાઈઝીએ 2025માં વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ હશે ? તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં જાડેજાએ શાનદાર રિએક્શન આપ્યું હતું.
જાડેજાએ આ પોસ્ટ પર જવાબ આપતાં કોઈ અન્ય ક્રિકેટરનું નામ લેવાના બદલે ખુદનું નામ લીધું ને કહ્યું કે 2025માં તે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર હશે. જાડેજાની આ કમેંટ બાદ રાજસ્થાન રોયલ્સના એડમિને તેને પિન કરી હતી અને કહ્યું કે, ચર્ચા અહીંયા જ ખતમ થાય છે.
જાડેજા ઓસ્ટ્રેલિયામ સામે સિડની ટેસ્ટમાં રમ્યો હતો. જે બાદ અંતિમ ટેસ્ટ રમી શક્યો નહોતો. બ્રિસ્બેનમાં રમાયેલી અંતિમ મેચ જીતીને ભારતે શ્રેણની 2-1થી કબ્જે કરી હતી. સિડની ટેસ્ટ ડ્રો ગઈ હતી અને તેમાં જાડેજાએ શાનદાર દેખાવ કર્યો હતો. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી અને નોટ આઉટ 28 રન બનાવ્યા હતા.
જાડેજાની ગણના ટીમ ઈન્ડિયાના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પૈકીના એકમાં થાય છે. તેણે 51 ટેસ્ટમાં 1954 રન બનાવવાની સાથે 220 વિકેટ ઝડપી છે. જ્યારે 168 વન ડેમાં 2411 રન બનાવાની સાથે 188 ખેલાડીઓને શિકાર બનાવી ચુક્યો છે. જ્યારે ક્રિકેટના સૌથીટ કાં ફોર્મેટમ ટી-20માં તેણે 39 વિકેટ ઝડપી છે અને 217 રન બનાવ્યા છે.