(Source: ECI/ABP News/ABP Majha)
Team India: અગરકરે કર્યો ખુલાસો, આ કારણે હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને બનાવ્યો કેપ્ટન,ઋતુરાજ-અભિષેક અંગે પણ કરી સ્પષ્ટતા
Team India: શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંનેએ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.
Team India: ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંનેએ ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.
Mumbai | Indian Men's cricket team chief selector, Ajit Agarkar says, "Hardik Pandya is a very important player, we have seen it in the World Cup and we need him, but his fitness is a big challenge now. I think we can manage him better. He is still part of our team... Surya… pic.twitter.com/T9Q4OpU1yo
— ANI (@ANI) July 22, 2024
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું, સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો કારણ કે તે લાયક ઉમેદવારોમાંથી એક છે. તમને એવો કેપ્ટન જોઈએ છે જે બધી મેચ રમે. હાર્દિક પંડ્યાની ફિટનેસ તેના માટે પડકારરૂપ છે. હાર્દિક ઘણો મહત્વનો ખેલાડી છે, પરંતુ તેની ફિટનેસ ચિંતાનો વિષય છે. પસંદગીકારો/કોચ માટે તેને દરેક મેચ રમાડવી મુશ્કેલ બની જાય છે. અમને એવો કેપ્ટન જોઈતો હતો જે તમામ મેચ રમવા માટે ઉપલબ્ધ હોય. સૂર્યમાં સફળ થવા માટે જરૂરી તમામ ગુણો છે.
ઋતુરાજ અને અભિષેક અંગે કરી સ્પષ્ટતા
ઋતુરાજ અને અભિષેકને ટીમમાંથી બહાર કરવા પર અજિત અગરકરે કહ્યું, જે પણ ખેલાડીને ટીમમાંથી બહાર કરવામાં આવશે તે ખૂબ જ ખરાબ લાગશે, જરા રિંકુને જુઓ, તેણે ટી-20 વર્લ્ડ કપ પહેલા ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટીમમાં સ્થાન ન બનાવી શક્યો. અમે ફક્ત 15 ખેલાડીઓની પસંદગી કરી શકીએ છીએ.
જાડેજાને પડતો નથી મુકવામાં આવ્યો: અગરકર અજીત
અગરકરે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કહ્યું હતું કે, 'અક્ષર અને જાડેજા બંનેને પસંદ કરવાનો કોઈ અર્થ નહોતો. તેમાંથી એકને આમ પણ બેંચ પર બેસાડવામાં આવત. જાડેજાને પડતો મૂકવામાં આવોયા નથી. ટેસ્ટની લાંબી સિઝન આવી રહી છે.
ગૌતમ ગંભીરે કહ્યું, મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ખેલાડીઓ હંમેશા મને સપોર્ટ કરશે. ડ્રેસિંગ રૂમમાં ખુશનુમા વાતાવરણ હોવું જરૂરી છે. હું વસ્તુઓને જટિલ બનાવવા માંગતો નથી. હું ખૂબ જ સફળ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છું.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 27 જુલાઈના રોજ શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 12 દિવસમાં કુલ 6 મેચ રમશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ ટી20 27મીએ, બીજી ટી20 28મીએ અને છેલ્લી ટી20 મેચ 30મી જુલાઈએ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે.
ત્યારપછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. ત્યાર બાદ બાકીની બે વનડે મેચ 4 અને 7 ઓગસ્ટે રમાશે. ત્રણેય ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.