KL Rahul In 2022: 2022માં ભારતીય ટીમ પર કેવી રીતે બોજ બન્યો કેએલ રાહુલ, જાણો શું કહી રહ્યા છે આંકડાઓ?
ટીમ આ વર્ષે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ હારી ગઈ હતી
KL Rahul In 2022: આ વર્ષે ભારતીય ટીમ મોટી ટૂર્નામેન્ટમાં નબળી દેખાઈ છે. ટીમ આ વર્ષે એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપ હારી ગઈ હતી. એશિયા કપમાં ટીમને સુપર-4માંથી બહાર થવું પડ્યું હતું. વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ટીમને 10 વિકેટથી કારમી હાર મળી હતી. આ મહત્વપૂર્ણ અવસરો પર ટીમનો સ્ટાર ઓપનર કેએલ રાહુલ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો. આ વર્ષે રાહુલ માત્ર ભારતીય ટીમ પર બોજ બની ગયો છે. તેણે કોઈ ખાસ પ્રસંગે ટીમ માટે કોઈ ખાસ યોગદાન આપ્યું નથી.
દરેક ફોર્મેટમાં 30 કરતાં ઓછીની સરેરાશ
કેએલ રાહુલ આ વર્ષે ટેસ્ટ, વન-ડે અને ટી20 ઈન્ટરનેશનલમાં એકદમ ફ્લોપ દેખાયો છે. 2022માં ત્રણેય ફોર્મેટમાં તેની એવરેજ 30થી ઓછી રહી છે. આ વર્ષે તેણે 4 ટેસ્ટ મેચની 8 ઇનિંગ્સમાં માત્ર 17.12ની એવરેજથી 137 રન બનાવ્યા છે. જેમાં તેણે ફક્ત એક જ અડધી સદી ફટકારી છે.
જ્યારે 2022માં રાહુલે 10 વન-ડેની 9 ઇનિંગ્સમાં 27.88ની એવરેજથી 251 રન બનાવ્યા છે. જેમાં તેણે બે અડધી સદી ફટકારી છે. તેની આ વર્ષની સરેરાશ 2017 પછી સૌથી ઓછી છે. આ સિવાય તેણે 16 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 28.93ની એવરેજ અને 126.53ની સ્ટ્રાઈક રેટથી 434 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 અડધી સદી ફટકારી છે. રાહુલે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ સદી ફટકારી હતી.
નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં તેણે 30 મેચની 33 ઇનિંગમાં 25.68ની એવરેજથી 822 રન બનાવ્યા છે. જેમાં તેણે કુલ 9 અડધી સદી ફટકારી છે. 2014 થી આ ત્રણેય ફોર્મેટમાં તેની કારકિર્દીની સૌથી ઓછી સરેરાશ છે.
Ranji Trophy 2022-23: હૈદરાબાદ વિરુદ્ધ રિયાન પરાગે કરી આક્રમક બેટિંગ, ફક્ત 28 બોલમાં ફટકાર્યા 78 રન
Asam vs HYD, Riyan Parag: રણજી ટ્રોફી એલિટ ગ્રુપ-બી મેચમાં આસામ અને હૈદરાબાદની ટીમો સામસામે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જોકે આસામની બીજી ઇનિંગમાં રિયાન પરાગે આક્રમક બેટિંગ કરી હતી. આ યુવા ઓલરાઉન્ડરે માત્ર 28 બોલમાં 78 રન બનાવ્યા હતા. રિયાન પરાગે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.
બીજી તરફ આ મેચની વાત કરીએ તો હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આસામની ટીમ 205 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે હૈદરાબાદને 3 રનની લીડ મળી હતી. રિયાન પરાગે આસામની બીજી ઇનિંગમાં ઝડપી બેટિંગ કરી હતી. આ ઓલરાઉન્ડરે 28 બોલમાં 278.57ની સ્ટ્રાઈક રેટથી 78 રન બનાવ્યા. આ ઉપરાંત રિયાન પરાગે ઈનિંગમાં 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી