શોધખોળ કરો
વૂમન ટી20 વર્લ્ડકપઃ ભારતની બીજી સહેવાગ છે આ ખેલાડી, તાબડતોડ બેટિંગથી ટીમ ઇન્ડિયાને પહોંચાડી દીધી સેમિ-ફાઇનલમાં
મહિલા ક્રિકેટરની આક્રમક બેટિંગ જોઇને હવે ક્રિકેટ ફેન્સ તેને ટીમ ઇન્ડિયાની બીજી સહેવાગ ગણાવી રહ્યાં છે. જોકે, શેફાલીની બેટિંગ જોઇને ખુદ સહેવાગ પણ પ્રભાવિત થયો છે અને તેને શેફાલી માટે એક ટ્વીટ પણ કર્યુ હતુ

નવી દિલ્હીઃ હાલમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2020 ચાલી રહ્યો છે. દુનિયાભરના મહિલા ક્રિકેટરો પોતાનો દમ બતાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે એક નામ એવું છે જે સૌની નજરે ચઢ્યુ છે. આ બીજુ કોઇ નહીં પણ ભારતની 16 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા છે. શેફાલી વર્માએ હાલ પોતાની આક્રમક બેટિંગથી બધા ચોંકાવી દીધા છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 3 મેચો રમી છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમોને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી દીધો છે.
ભારતીય ઓપનર શેફાલી વર્મા હાલ ટી20 વર્લ્ડકપમાં સરસ પ્રદર્શન કરી રહી છે. ઓસ્ટ્રેલિયા સામે 14 બૉલમાં 29 રન, બાંગ્લાદેશ સામે 16 બૉલમાં 39 રન અને ત્રીજી મેચમાં 46 રનની આક્રમક ઇનિંગ રમી હતી. શેફાલીની આ ત્રણેય ઇનિંગ્સના સહારે ભારતીય ટીમે આસાનીથી સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
મહિલા ક્રિકેટરની આક્રમક બેટિંગ જોઇને હવે ક્રિકેટ ફેન્સ તેને ટીમ ઇન્ડિયાની બીજી સહેવાગ ગણાવી રહ્યાં છે. જોકે, શેફાલીની બેટિંગ જોઇને ખુદ સહેવાગ પણ પ્રભાવિત થયો છે અને તેને શેફાલી માટે એક ટ્વીટ પણ કર્યુ હતુ.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
Advertisement
