IND-W vs AUS-W: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઈનલ વરસાદના કારણે રદ્દ થાય તો કોને થશે ફાયદો?
Womens world cup semi final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. DY પાટિલ સ્ટેડિયમ ખાતે આ હાઇ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં પણ વરસાદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે

IND vs AUS Womens world cup semi final: ICC મહિલા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ વરસાદને કારણે રદ થઈ શકે છે. નવી મુંબઈમાં ગુરુવારે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. DY પાટિલ સ્ટેડિયમ ખાતે આ હાઇ-વોલ્ટેજ સેમિફાઇનલ મેચમાં પણ વરસાદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.ગુરુવારે સવારે વરસાદની અપેક્ષા છે, ત્યારબાદ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ જેમ આપણે છેલ્લા અઠવાડિયામાં જોયું છે, વરસાદ વારંવાર રમતમાં વિક્ષેપ પાડી રહ્યો છે. જો ગુરુવારે વરસાદના કારણે મેચ રદ થાય તો શું? શું ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે? ના, એવું નથી. ICC એ વર્લ્ડ કપના નોકઆઉટ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.
Strong focus 💪
— BCCI Women (@BCCIWomen) October 29, 2025
Positive vibes ☺#TeamIndia putting in the work in training ahead of the #CWC25 semi-final 🆚 Australia 👌#WomenInBlue | #INDvAUS pic.twitter.com/Li7H4XHYj7
જો મેચ 30મી તારીખે પૂર્ણ ન થાય તો તે 31મી તારીખે રમાશે.
જો મેચ 30મી તારીખે રમાઈ ન શકે તો તે 31મી ઓક્ટોબરે રમાશે. અને જો તે દિવસે વરસાદને કારણે રમત રદ થાય છે, તો ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં તેમના સ્થાનના આધારે ફાઇનલ માટે ક્વોલિફાય થશે. હરમનપ્રીત કૌરની ભારતીય ટીમ આશા રાખશે કે મેચ દરમિયાન વરસાદ ન આવે. ભારત ઘરઆંગણાની સ્થિતિમાં સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખશે.
ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પરંપરાગત રીતે બેટ્સમેનને અનુકૂળ પિચ રહી છે. બોલ શરૂઆતમાં ફ્લડલાઇટ હેઠળ સ્વિંગ થાય છે, પરંતુ ચમક ઘટતાં આ ઓછી અસર કરે છે. નવી મુંબઈમાં દિવસભર વાદળો છવાયેલા રહેવાની અપેક્ષા છે, જે પ્રથમ 10 ઓવરમાં ઝડપી બોલરોની તરફેણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
સાઉથ આફ્રિકા ફાઈનલમાં પહોંચ્યું
ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ACA સ્ટેડિયમ ખાતે 2025 મહિલા વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 125 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 319 રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન લૌરા વોલ્વાર્ડ (169) એ ટીમ માટે સૌથી વધુ રન કર્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડ 194 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મેરિઝાન કાપે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 7 ઓવરના સ્પેલમાં માત્ર 20 રન આપીને 5 વિકેટ લીધી હતી. વોલ્વાર્ડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.




















