ENG vs AUS: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને આપ્યો 287 રનનો ટાર્ગેટ, જમ્પા-લાબુશેનની તોફાની બેટિંગ
ENG vs AUS Score:: વર્લ્ડ કપ 2023ની 36મી મેચમાં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આમને સામને છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ENG vs AUS Score: વર્લ્ડ કપ 2023ની 36મી મેચમાં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આમને સામને છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 49.3 ઓવરમાં 286 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડ સામે 287 રનનો ટાર્ગેટ છે.
Jos Buttler won the toss and England have elected to bowl first in Ahmedabad 🏏
— ICC (@ICC) November 4, 2023
Details 👇#CWC23 | #ENGvAUShttps://t.co/VVEOrSLAdP
ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પાએ 19 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ પહેલા માર્નસ લાબુશેને 71 રન, કેમરોન ગ્રીને 47 રન અને માર્કસ સ્ટોઇનિસે 35 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નર કંઈ ખાસ કરી શક્યા નહોતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે માર્ક વુડ અને આદિલ રાશિદને બે-બે સફળતા મળી હતી.
ઓસ્ટ્રેલિયાએ 44.2 ઓવરમાં 247ના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમમાં સ્પિનર તરીકે રમતા એડમ ઝમ્પાએ 10માં નંબર પર બેટિંગ કરતા 19 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 29 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ટૂર્નામેન્ટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે, ઇંગ્લેન્ડની ટીમ ચોક્કસપણે 287 રનના લક્ષ્યનો પીછો કરીને ટુર્નામેન્ટમાં તેની બીજી જીત મેળવવા માંગશે. ઈંગ્લિશ ટીમ અત્યાર સુધી 6માંથી માત્ર એક જ મેચ જીતી શકી છે.
મેચમાં ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કાંગારુ ટીમની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ટીમના બંને ઓપનર 5.4 ઓવરમાં માત્ર 38 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. ઓપનિંગમાં આવેલા ડેવિડ વોર્નરે 15 રન અને ટ્રેવિસ હેડે 11 રન બનાવ્યા હતા. બંને કાંગારૂ ઓપનર ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. આ પછી, સ્મિથ-લાબુશેને ત્રીજી વિકેટ માટે 75 (96 બોલ)ની ભાગીદારી કરી, જેને આદિલ રશીદે 22મી ઓવરમાં સ્મિથને 44 રન પર આઉટ કરીને તોડી નાખી.
આના થોડા સમય બાદ એટલે કે 24મી ઓવરના પહેલા બોલ પર જોશ ઈંગ્લિશ 03 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ પાંચમી વિકેટ માટે લેબુશેન અને કેમેરોન ગ્રીને 61 રન (59 બોલ)ની ભાગીદારી કરી હતી, જે 33મી ઓવરમાં માર્નસ લેબુશેનની વિકેટે તોડી નાખી હતી. લાબુશેન 83 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 71 રન બનાવીને આઉટ થયો હતો અને તેને માર્ક વુડ દ્વારા એલબીડબ્લ્યુ આઉટ કરવામાં આવ્યો હતો. ત્યારપછી માર્કસ સ્ટોઈનિસ અને કેમેરોન ગ્રીને દાવ સંભાળ્યો અને પાંચમી વિકેટ માટે 45 (46 બોલ)ની ભાગીદારી કરી. સ્પિનર લિવિંગસ્ટોને 44મી ઓવરમાં 35 રનના સ્કોર પર માર્કસ સ્ટોઇનિસને આઉટ કરીને ભાગીદારીનો અંત કર્યો હતો. આ પછી 45મી ઓવરમાં કેપ્ટન પેટ કમિન્સ 10 રન બનાવીને આઉટ થયો હતો, સારી ઇનિંગ રમી રહેલો ઝમ્પા 29 રન બનાવીને આઉટ થયો હતો અને મિચેલ સ્ટાર્ક 10મી ઓવરમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.