![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2023: શું પાકિસ્તાનને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકશે?
ICC ODI World Cup 2023: અફઘાનિસ્તાનની ટીમે આ વર્લ્ડ કપમાં પહેલા ઈંગ્લેન્ડ અને પછી પાકિસ્તાનને હરાવ્યું છે. હવે તે સેમીફાઈનલમાં પણ પહોંચી શકે છે, ચાલો તમને જણાવીએ કે આવું કેવી રીતે થઈ શકે.
![World Cup 2023: શું પાકિસ્તાનને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકશે? World Cup 2023: Can Afghanistan team reach the semi-finals by defeating Pakistan? World Cup 2023: શું પાકિસ્તાનને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકશે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/24/6fd902f9cd5b64f7796df7e038a8e83d1698117323218344_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC World Cup 2023: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં એક પછી એક બે મોટા અપસેટ સર્જ્યા છે અને જો તેઓ કેટલાક વધુ અપસેટ સર્જે છે તો આ વખતે તેઓ સેમિફાઇનલમાં પણ પહોંચી શકે છે. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને પછી પાકિસ્તાનને હરાવ્યું છે. હવે તેની ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. આવો અમે તમને જણાવીએ કે આવું કેવી રીતે થઈ શકે.
આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે જેમાંથી તેણે 2માં જીત અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ 4 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. હાલમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમો પણ 4-4 પોઈન્ટ સાથે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. અફઘાનિસ્તાનની ટીમે હવે પછીની બાકીની ચાર મેચ અનુક્રમે શ્રીલંકા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સાથે રમવાની છે.
કેવી રીતે પહોંચશે અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં?
આવી સ્થિતિમાં જો અફઘાનિસ્તાન ચારેય મેચ જીતી જાય છે તો તેના 12 પોઈન્ટ થઈ જશે અને તે 12 પોઈન્ટ સાથે અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યા બાદ લાગે છે કે અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા અને નેધરલેન્ડને પણ સરળતાથી હરાવી શકે છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે તેમને કઠિન મુકાબલો થશે, પરંતુ અફઘાન ટીમ તેમને પણ હરાવવા સક્ષમ છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમને હજુ 5 મેચ રમવાની છે. જો ઓસ્ટ્રેલિયા તેની આગામી 4 મેચ જીતે છે અને એક અફઘાનિસ્તાન સામે હારે છે તો અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંનેના 12 પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં જેની નેટ રન રેટ વધુ સારી હશે તે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવશે. અત્રે નોંધનીય બાબત એ છે કે પાકિસ્તાનની ટીમના પણ 4 પોઈન્ટ છે અને 4 મેચ બાકી છે, તેથી તે પણ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, પરંતુ તેના માટે તેણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવવા પડશે.
અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપ 2023માં અફઘાન ટીમની આ બીજી જીત હતી. આ પહેલા ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને હવે તેણે ODI રેન્કિંગમાં બીજા ક્રમે રહેલા પાકિસ્તાનને હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)