World Cup 2023 : વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ? કોથળામાંથી કાઢ્યું બિલાડું
ICC અને BCCI દ્વારા મંગળવારે જાહેર કરાયેલા વર્લ્ડ કપના શેડ્યૂલમાં અગાઉના ડ્રાફ્ટમાં સૂચિત કર્યા મુજબ ભારત સામે પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાવાની છે.
![World Cup 2023 : વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ? કોથળામાંથી કાઢ્યું બિલાડું World Cup 2023 : ICC Rejects Pakistan Request to Relocate their Two Games in ODI World Cup World Cup 2023 : વર્લ્ડકપ રમવા ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ? કોથળામાંથી કાઢ્યું બિલાડું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/72fc5d58f6de74093449500f69e8da8a1687875718012724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC Rejects Pakistan Request : વર્ષ 2023માં રમાનારા વન ડે ક્રિકેટ વર્લ્ડકપનું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતમાં રમાનારી ODI વર્લ્ડ કપ માટે ટીમના સમયપત્રક અને સ્થળ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ વાંધાઓને ફગાવી દીધા હતા. આ સાથે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આબરૂના દુનિયા આખીમાં લીરે લીરા ઉડ્યા હતાં.
ICC અને BCCI દ્વારા મંગળવારે જાહેર કરાયેલા વર્લ્ડ કપના શેડ્યૂલમાં અગાઉના ડ્રાફ્ટમાં સૂચિત કર્યા મુજબ ભારત સામે પાકિસ્તાનની મેચ અમદાવાદમાં રમાવાની છે. જેમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે સ્થળ બદલવાની પીસીબીની વિનંતીને અવગણવામાં આવી છે.
પીસીબીએ આઈસીસી અને બીસીસીઆઈને અફઘાનિસ્તાન સામેની તેમની મેચ ચેન્નઈથી બેંગલુરુ અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ બેંગલુરુથી ચેન્નઈમાં ફરીથી શેડ્યૂલ કરવા જણાવ્યું હતું. પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ ચિંતા જાહેર કરી હતી કે, ચેપોક (ચેન્નઈ) ખાતેની પીચ સ્પિનરોને યારી આપનારી છે અને આમ અફઘાનીસ્તાનની ટીમ પાસે ઉત્તમ સ્પિન બોલરો હોવાથી પાકિસ્તાનની ક્રિકેટ ટીમને નુંકશાન વેઠવાનો વારો આવશે. જોકે, ICCએ પાકિસ્તાનના કોઈપણ વાંધાઓ કે વિનંતીઓ પર ધ્યાન આપ્યું નહોતું અને મુંબઈ અને કોલકાતામાં સેમીફાઈનલ મેચો પણ ફિક્સ કરી હતી.
પીસીબીએ આઈસીસીને કહ્યું હતું કે, તે રાજકીય અને રાજદ્વારી કારણોસર મુંબઈમાં રમવા માટે અમે સહજ નથી. જેકે ICC પાકિસ્તાનની વિનંતીને ધ્યાનમાં લેશે નહીં એવી અપેક્ષા અગાઉથી જ રાખવામાં આવી હતી. કારણ કે તે સામાન્ય રીતે સંભવિત સુરક્ષા જોખમના આધારે સ્થળના ફેરફારને ધ્યાનમાં લે છે. પીસીબીના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી 17 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે. તેથી હવે જોવાનું એ રહે છે કે વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કેવી પ્રતિક્રિયા આપે છે. બોર્ડના એક સત્તાવાર સૂત્રએ સ્પષ્ટ કર્યું કે, શિડ્યુલ સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે.
વર્લ્ડકપમાં અમારી સહભાગિતા અને અમે અમદાવાદ માટે ક્વોલિફાય કરીશું કે 15 ઓક્ટોબરે સેમિફાઇનલ માટે તે મુંબઈમાં રમવા માટે સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે તેમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, અત્યાર સુધી સરકારે PCBને ભારત પ્રવાસ માટે કોઈ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) જારી કર્યું નથી. આ એક સંવેદનશીલ મુદ્દો છે તેથી બોર્ડ તેની સરકાર તરફથી સ્પષ્ટ સૂચના મળ્યા પછી જ આગળ વધી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)