શોધખોળ કરો

World Cup 2023: વનડે વર્લ્ડકપ 2023માંથી કેએલ રાહુલનું પત્તુ કપાશે ? BCCIનો આડકતરો ઇશારો

ગયા રવિવારે એટલે કે 26 માર્ચે બીસીસીઆઇ તરફથી ખેલાડીઓના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ, આ લિસ્ટમાં કેએલ રાહુલને મોટો ઝટકો લાગ્યો છે.

World Cup 2023, KL Rahul: ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ સતત પોતાના ખરાબ ફૉર્મની સામે ઝઝૂમી રહ્યો છે, રાહુલનું આ ખરાબ ફોર્મ તેને માટે ધીમે ધીમે મુસીબત બનતુ જઇ રહ્યું છે. એક સમય ટીમ ઇન્ડિયાના આગામી કેપ્ટન કહેવાતા કેએલ રાહુલ હવે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવી પણ મુશ્કેલ બની ગઇ છે. હવે બીસીસીઆઇએ કેએલ રાહુલને લઇને એક મોટો ફેંસલો કર્યો છે અને ઇશાર કર્યો છે કે આ વર્ષે રમાનારા વનડે વર્લ્ડકપમાં કેએલ રાહુલનું રમવુ મુશ્કેલ બની શકે છે. ખરેખરમાં, બીસીસીઆઇએ સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટમાં કેએલ રાહુલને ડિમૉશન કરી દીધો છે. 

A માંથી B ગ્રેડમાં પહોંચ્યો કેએલ રાહુલ - 
ગયા રવિવારે એટલે કે 26 માર્ચે બીસીસીઆઇ તરફથી ખેલાડીઓના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ, આ લિસ્ટમાં કેએલ રાહુલને મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે તેને પ્રમૉશન નહીં પરંતુ ડિમૉશન મળ્યુ છે. ગઇ વખતે કેએલ રાહુલ સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટના A ગ્રેડ ખેલાડીઓમાં સામેલ હતો, પરંતુ આ વખતે તેને B ગ્રેડ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. રાહુલના ખરાબ ફૉર્મના કારણે બીસીસીઆઇ તરફથી આ ફેંસલો કરવામાં આવ્યો છે. 

શું કેએલ રાહુલ વનડે વર્લ્ડકપ નહી રમે ?
રાહુલના ખરાબ ફૉર્મને ધ્યાનમાં રાખતા તેના વિશે અત્યારે કંઇજ કહેવુ મુશ્કેલ છે. કેએલ રાહુલ ટીમ ઇન્ડિયાનો રેગ્યૂલ ઉપકેપ્ટન હતો, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને આ પૉઝિશન પણ ગુમાવવી પડી છે. વળી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં પણ તેને છેલ્લી બે મેચોમાંથી પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો, અને તે ટીમનો ઉપકેપ્ટન પણ નથી. આ તમામ વસ્તુઓને જોતા બીસીસીઆઇ આ વર્ષે રમાનારા વનડે વર્લ્ડકપ સુધી કેએલ રાહુલ પર શું ફેસલો લે છે, તો જોવનુ રહ્યુ. 

World Cup 2023 Schedule: વન-ડે વર્લ્ડકપની તારીખને લઇને ખુલાસો, અમદાવાદમાં રમાશે ફાઇનલ મેચ

ODI World Cup 2023 Schedule: ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023ની તારીખો જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મેચ ક્યાં રમાશે તે પણ નક્કી થઈ ગયું છે. નોંધનીય છે કે આ વર્ષે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ESPNcricinfoના રિપોર્ટમાં વન-ડે વર્લ્ડકપની તારીખો અને સ્થળ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 10 ટીમોની આ ટુર્નામેન્ટ માટે એક ડઝન સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે.

46 દિવસમાં કુલ 48 મેચો યોજાશે

BCCIએ વર્લ્ડ કપ ફાઈનલ માટે સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કર્યું છે. મતલબ કે અહીં ફાઈનલ થવાની લગભગ નિશ્ચિત છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે. આ દરમિયાન 10 ટીમો વચ્ચે 3 પ્લેઓફ સહિત કુલ 48 મેચો રમાશે.

આ તમામ મેચો માટે BCCIએ અમદાવાદ સહિત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાળા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. જો કે, ICC ટૂર્નામેન્ટની તારીખો એક વર્ષ અગાઉ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે BCCI કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. બે મુખ્ય મુદ્દાઓ પાકિસ્તાન ટીમ માટે વિઝા મંજૂરી અને ટૂર્નામેન્ટ માટે કર મુક્તિ છે.

પાકિસ્તાનને વિઝાની ખાતરી

ICCની છેલ્લી બેઠક દુબઈમાં યોજાઈ હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં બીસીસીઆઈએ આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસ માટે વિઝા મળશે. જ્યાં સુધી કરમુક્તિનો સવાલ છે, એવી પણ અપેક્ષા છે કે BCCI ટૂંક સમયમાં ICCને ભારત સરકારની ચોક્કસ સ્થિતિ વિશે અપડેટ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget