શોધખોળ કરો

World Cup 2023: વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયા પર થયો પૈસાનો વરસાદ, જાણો ટીમ ઈન્ડિયાને કેટલી મળી રકમ

World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું.

World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પેટ કમિન્સની ટીમે 43 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરની ક્રિકેટમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે.

ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 40 લાખ ડોલર (લગભગ 33.33 કરોડ રૂપિયા) મળ્યા છે. રનર અપ ટીમ ઈન્ડિયાને પણ સારી એવી ઈનામી રકમ મળી હતી. ભારતને રનર્સ અપ તરીકે 20 લાખ ડૉલર (આશરે 16.65 કરોડ રૂપિયા)ની રકમ મળી છે. આ સિવાય આ બંને ટીમોને લીગ તબક્કામાં મેચ રમવા માટે પૈસા પણ મળ્યા હતા.

વર્લ્ડ કપ માટે કુલ 10 મિલિયન ડોલર ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી

ICCએ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. વર્લ્ડ કપ માટે કુલ 10 મિલિયન ડોલર (આશરે રૂ. 83.29 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી, જે તમામ 10 ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવાની હતી. આ મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન ડોલર મળવાના હતા, જ્યારે રનર્સ અપ ટીમને 2 મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઈનલમાં હારેલી બે ટીમોને 8 લાખ ડોલર આપવાની જોગવાઈ હતી. જ્યારે ગ્રુપ સ્ટેજમાં દરેક જીત માટે 33.31 લાખ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી.

ક્રિકેટ વર્લ્ડ કપ પ્રાઈઝ મની (ભારતીય રૂપિયામાં)

• વિશ્વ કપ વિજેતા: આશરે રૂ. 33 કરોડ (ઓસ્ટ્રેલિયા)
• વર્લ્ડ કપ રનર અપ: રૂ. 16.65 કરોડ (ભારત)

• સેમીફાઈનલ: રૂ 6.66 કરોડ (દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ)
• ગ્રુપ સ્ટેજમાં દરેક જીતઃ રૂ. 33.31 લાખ

ભારતીય ટીમને આટલી રકમ મળી 

ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવા માટે 2 મિલિયન ડોલર મળ્યા છે. લીગ તબક્કામાં પણ ટીમ ઈન્ડિયાએ તમામ 10 મેચ જીતી હતી, જેના કારણે તેને ચાર લાખ ડોલર (લગભગ 3.33 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ પણ મળી હતી. એટલે કે આ વર્લ્ડ કપમાં ભારતને કુલ 24 લાખ ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Thar Armada:  ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Thar Armada: ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Embed widget