શોધખોળ કરો

WTC Final: પંત, રાહુલથી લઈ બુમરાહ સુધી, ઈજાના કારણે આ ખેલાડીઓ બહાર, ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી

ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હશે. બંને ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7 જૂનથી ઓવલમાં રમાશે.

KL Rahul Injury: ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હશે. બંને ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 7 જૂનથી ઓવલમાં રમાશે, પરંતુ ભારતીય ટીમ માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. વાસ્તવમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા ભારતના ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી ઘણી લાંબી છે. આ યાદીમાં ઋષભ પંત ઉપરાંત જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર જેવા નામ સામેલ છે. ત્યારે હવે   આ યાદીમાં કેએલ રાહુલના રૂપમાં એક નવું નામ જોડાયું છે.

હવે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો
 
ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે, પરંતુ ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. અત્યાર સુધી તે પોતાની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. આ કારણે તે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નહીં રમે. આ સિવાય જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાગ્રસ્ત છે. આ રીતે જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો ભાગ નહીં બને.  ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શકશે નહીં.

ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીઓમાં સતત વધારો

ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC Final) પહેલા ખેલાડીઓની ઈજા સાથે સતત ઝઝૂમી રહી છે. ત્યારે હવે કેએલ રાહુલની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. આ રીતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે.  રાહુલ IPL મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આમને-સામને હતી. 

લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા સત્તાવાર નિવેદન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. આ પછી, તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમ્યો ન હતો. રાહુલની જગ્યાએ તે મેચમાં કેપ્ટનશિપની જવાબદારી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ સંભાળી હતી.   રાહુલની ઈજાને લઈને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું કે રાહુલની ઈજાને સ્કેન કર્યા બાદ અને કેટલાક ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે તેને સર્જરી કરાવવી પડશે. અમે આ મુશ્કેલ સમયમાં રાહુલને સંપૂર્ણ સમર્થન આપીશું જેથી કરીને તે વધુ સારી રીતે સ્વસ્થ થઈ શકે. આપણે તેની ગેરહાજરી ચોક્કસ અનુભવીશું. અમે કેએલને ટૂંક સમયમાં ફરીથી મેદાન પર જોવા માંગીએ છીએ અને અમને આશા છે કે તે આમ કરવામાં સક્ષમ હશે.

રાહુલની પરેશાની બાદ તેનુ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતું. નેશનલ ક્રિકેટ એકડમીની મેડિકલ ટીમ દ્વારા તેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન જ મીડિયા રિપોર્ટ્સ સામે આવવા લાગ્યા હતા કે, સિઝનમાં આગળ રમવુ રાહુલ માટે મુશ્કેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget