શોધખોળ કરો

WTC Points Table: ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

WTC Points Table: ભારત સામેની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ.

WTC 2025 Points Table Updated: બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું. ન્યુઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. આ જીત સાથે કીવી ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે. ભારતને પણ નુકસાન થયું છે.

ભારત સામેની જીત બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 44.44 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર આવી ગઈ છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 43.06 PCT સાથે પાંચમા સ્થાને છે. ભારતને ભલે પોઈન્ટમાં નુકસાન થયું હોય, પરંતુ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં હજુ પણ નંબર વન પર છે. ભારતના હવે 68.06 પોઈન્ટ છે. બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાના 62.50 પોઈન્ટ છે.

બેંગ્લોર ટેસ્ટના લેખાજોખા

બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. મેચના પાંચમા દિવસે કિવી ટીમને જીતવા માટે 107 રન બનાવવાના હતા જે મુલાકાતી ટીમે 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા. અંતિમ દિવસે રચિન રવિન્દ્ર અને વિલ યંગ વચ્ચે 72 રનની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાની હાર સુનિશ્ચિત કરી હતી. મેચના પાંચમા દિવસે ભારત માટે વિકેટ લેનારો એકમાત્ર બોલર જસપ્રિત બુમરાહ હતો જેણે 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

બેંગલોર ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, જ્યારે બીજા દિવસે જ્યારે ટોસ થયો ત્યારે ભારતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ લેવાનું પરિણામ એ આવ્યું કે સમગ્ર ટીમ ઈન્ડિયા માત્ર 46 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવમાં 356 રનની જંગી લીડ મેળવી હતી. કિવી ટીમ માટે રચિન રવિન્દ્રએ 134 રનની સદીની ઇનિંગ રમી હતી અને ટિમ સાઉદીએ પણ 65 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

કેપ્ટન રોહિત શર્માએ પોતે કહ્યું હતું કે પ્રથમ દાવમાં બેટિંગ કરવાનું પસંદ કરવું તેની કારકિર્દીનો સૌથી ખરાબ નિર્ણય હતો. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં બેટિંગ કરવા આવી તો તેણે ન્યૂઝીલેન્ડના બોલરોને ખૂબ જ પરેશાન કરી દીધા. બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને આઉટ થયો હોવા છતાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અનુક્રમે 52 અને 70 રનની અડધી સદી રમી હતી. તે પછી સરફરાઝ ખાન અને ઋષભ પંતે કમાન સંભાળી, જેમની વચ્ચે 177 રનની શાનદાર ભાગીદારી થઈ. સરફરાઝે 150 રન બનાવ્યા, જ્યારે ઋષભ પંતની ઇનિંગ્સ 99ના સ્કોર પર સમાપ્ત થઈ. આ બંનેના આઉટ થયા બાદ ચોથા દિવસે ભારતીય બેટિંગ પડી ભાંગી હતી અને 462ના સ્કોર પર ઈનિંગ્સનો અંત આવ્યો હતો.

ન્યુઝીલેન્ડ 36 વર્ષ પછી જીત્યું
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ ભારતીય ધરતી પર માત્ર 2 ટેસ્ટ મેચ જીતી શક્યું છે. તેમની પ્રથમ જીત 1969માં અને બીજી જીત 1988માં થઈ હતી. હવે 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે બેંગલુરુ ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડની જીતમાં મેટ હેનરીએ મોટો ફાળો આપ્યો હતો, જેણે 2 ઇનિંગ્સમાં કુલ 8 વિકેટ ઝડપી હતી, જ્યારે વિલિયમ ઓ'રોર્કે પણ 7 વિકેટ ઝડપી હતી. તેના સિવાય બેટિંગમાં રચિન રવિન્દ્રએ બંને ઇનિંગ્સમાં કુલ 173 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો...

Women T20 World Cup: આજે રચાશે ઇતિહાસ દુનિયાને મળશે નવું વિશ્વ વિજેતા, આ 2 ટીમોમાં ખિતાબી ટક્કર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget